Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : શહેરમાં કોમ્પ્લેકસોના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ખાલી કરવા જામ્યુકો દ્વારા...

Video : શહેરમાં કોમ્પ્લેકસોના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ખાલી કરવા જામ્યુકો દ્વારા નોટિસ

શહેરમાં થયેલા વરસાદથી અનેક સ્થળોએ કોમ્પ્લેકસોના પાર્કિંગમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા : મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે પાણી ઉલેચવા નોટીસ

- Advertisement -

જામનગર શહેરમાં શુક્ર-શનિ દરમિયાન થયેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. જેમાં શહેરના અનેક કોમ્પ્લેકસમાં પાર્કિંગમાં બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતાં. જેને લઇ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ કોમ્પ્લેકસોને પાર્કિંગમાંથી પાણી ખાલી કરવા નોટીસ ફટકારી છે.

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લા 30 વર્ષની સરેરાશમાં પ્રથમ વરસાદમાં જ 110 ટકા જેટલો વરસાદ થઇ ચૂકયો છે. જામનગર શહેરમાં થયેલા વરસાદને પરિણામે શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ઠેક-ઠેકાણે પાણી ભરાઇ ગયા હતાં. આ વરસાદને પરિણામે શહેરમાં ટાઉનહોલ, બેડીગેઇટ, પીએન માર્ગ, પટેલ કોલોની સહિતના અનેક વિસ્તારોના અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સેલર ધરાવતાં અનેક કોમ્પ્લેકસો તથા બિલ્ડીંગોમાં પાર્કિંગમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતાં. બેથી ત્રણ ફૂટ જેટલા પાણી આ પાર્કીંગોમાં ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત સર્જાઇ છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાણી ભરાવાના કારણે મચ્છરોની મહામારી ઉત્પન્ન થાય તે માટે શહેરના કોમ્પ્લેકસોમાં પાકિર્ંગમાંથી પાણી ખાલી કરાવવા નોટીસો ફટકારવાનું શરુ કર્યું છે.

- Advertisement -

તંત્ર દ્વારા કોમ્પ્લેકસો પાર્કિંગોમાં પાણી ખાલી કરવાની નોટીસો ફટકારવાની ખુલ્લા પ્લોટો ખાડામાં મચ્છરો પેદા ન થાય તે માટે દવાનો છંટકાવ સહિતની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. જામ્યુકો દ્વારા વેપારીઓને પાર્કિંગમાં પાણી મુદ્ે નોટીસો ફટકારવા વેપારીઓ દ્વારા પણ કોમ્પ્લેકસના પાર્કિંગના પાણી ખાલી કરાવવા માટે મદદ માગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular