Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે આજથી નામાંકન

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે આજથી નામાંકન

24 વર્ષ બાદ કોંગ્રેસને મળશે બિન-ગાંધી અધ્યક્ષ

- Advertisement -

પૂરા 24 વર્ષ બાદ કોંગ્રેસને બિન ગાંધી અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ચૂંટણી લડશે. તેની સાથે તેમણે રાહુલ ગાંધીને લઈને પણ તસવીર સ્પષ્ટ કરી દીધી છે. કોંગ્રેસમાં આજથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

- Advertisement -

ગેહલોતના જણાવ્યા પ્રમાણે રાહુલે જણાવ્યું કે, આ વખતે ગાંધી પરિવારનો કોઈ વ્યક્તિ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડશે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે, નવા અધ્યક્ષ બિન ગાંધી હશે. ’ભારત જોડો યાત્રા દરમિયાન’ કેરળમાં એશોક ગેહલોતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન રાહુલને અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો પુરંતુ રાહુલ પોતાના સ્ટેન્ડ પર અડગ રહ્યો. ગેહલોતે ટ્વીટ કર્યું કે અનેક વિનંતીઓ છતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે, આ વખતે ગાંધી પરિવારનો કોઈ વ્યક્તિ ઉમેદવાર નહીં બનશે. તેથી નિશ્ચિત છે કે, તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. તિરુવંતપુરમથી સાંસદ શશિ થરૂરને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા વિશે સવાલ કરતા તેમણે કહ્યું કે, પાર્ટીના અન્ય મિત્રો પણ ચૂંટણી લડી શકે છે. અન્યના ચૂંટણી લડવાથી તેમને કોઈ આપત્તિ નથી. પરંતુ પરિણામ બાદ આપણે બધાએ બ્લોક, ગામ અને જિલ્લા સ્તર પર મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ અને પાર્ટીની વિચારધારાને આધાર બનાવીને આગળ વધવાનું છે. જેથી કરીને પાર્ટી રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનીને ઉભરી આવે.

કોંગ્રેસ પ્રમુખ પદ માટે ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. ગાંધી પરિવારના કોઈપણ સભ્યએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ઘણા નેતાઓ દાવેદારી કરી રહ્યા છે. આ નેતાઓમાં ગેહલોત, થરૂર, કમલનાથની સાથે મનીષ તિવારીનું નામ પણ સામેલ છે. આ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું નામ પણ આ રેસમાં સામે આવી રહ્યું હતું. 1998થી કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી ગાંધી પરિવાર પાસે છે. સોનિયા ગાંધી વર્ષ 1998 થી 2017 સુધી સતત 19 વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષની જવાબદારી નિભાવતા રહ્યા. રાહુલ ગાંધી વર્ષ 2017થી 2019 સુધી કોંગ્રેસ અધ્યક્ષ હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ફરી એકવાર સોનિયા ગાંધી પાર્ટી અધ્યક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી સંભાળી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular