Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારભાટિયાના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર

ભાટિયાના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર

- Advertisement -

દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું ભાટિયા ગામ ઘણાં સમયથી વિવાદમાં રહેલું છે. આ વિવાદ ગ્રામ પંચાયતના સરપંચ તથા તેના પિતા દ્વારા ચલાવવામાં આવતા મનસ્વી વહીવટથી ત્રસ્ત સભ્યો દ્વારા આજે થયેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં સરપંચ વિરૂધ્ધ 13 મત પડતા અવિશ્ર્વાસ દરખાસ્ત મંજુર કરી ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના મહિલા સરપંચ અને તેના પિતા દ્વારા ગામનો વહીવટ મનસ્વી રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે પંચાયતની વ્યવસ્થા કથળી જતા લોકોને નિયમિત પાણી પણ વિતરણ થતું ન હતું. ઉપરાંત છેલ્લાં દોઢ વર્ષથી વીજબીલ ન ભરાતા સ્ટ્રીટલાઈટનું જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયતમાં સરપંચ માત્ર કહેવા પુરતા જ હતાં પરંતુ તેનો સમગ્ર વહીવટ પિતા દ્વારા જ મનસ્વી રીતે ચલાવવામાં આવતો હોવાથી ધણીદોરી વગરના ગામ જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. સરપંચના પિતા ગ્રામજનો તેમજ સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર કામગીરી કરતાં હોવાથી સભ્યો અને ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો.

દરમિયાન ત્રણ-ત્રણ વખત ભાટિયા ગ્રામ પંચાયતનું સામાન્ય બજેટ નામંજૂર થવાથી ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચને પેનલ સામે અવિશ્ર્વાસ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આજે ભાટિયા ગ્રામ પંચાયતના 18 સભ્યોમાંથી 13 સભ્યોએ સરપંચ વિરૂધ્ધ મત આપતા અવિશ્ર્વાસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ હાલના ઉપસરપંચને આપવામાં આવ્યો હતો. આ દરખાસ્તમાં સરપંચ વિરૂધ્ધ 13 સભ્યોએ મતદાન કર્યુ હતું અને સરપંચની પેલના છ સભ્યોમાંથી પાંચ સભ્યોએ સરપંચ તરફી મતદાન કર્યુ હતુ અને એક સભ્ય ગેરહાજર રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular