જામનગરના જાગૃત નાગરિક નીતિનભાઇ માડમ દ્વારા જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ પાસે ઝોન સર્ટિફીકેટ તેમજ વિવિધ સર્વે નંબરમાં ઝોન ફેરફાર અંગેની કામગીરી અંગેની માહિતી આરટીઆઇ દ્વારા માગવામાં આવી છે.
તેમણે રજૂ કરેલી અરજીમાં જણાવ્યાનુસાર જામનગર જિલ્લાના કનસુમરા ગામમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 172થી 176, 178/પૈકી, 179/પૈકી, 180થી 186, 186/પૈકી, 371 કનસુમરા અરમાર્કડ-એચ-આઇ-જે-કે-એલ-એમ-એન-ઓ-પી-કયૂ-આર-એચ અને રેવન્યુ સર્વે નં. 188/પી અને 189/પી કનસુમરા ગામ અરમાર્કડ-એ-વી-સી-ડી-ઇ-એફ-જીના આ સર્વે નંબરના ઝોન સર્ટિફીકેટ, પાર્ટ પ્લાન, પ્રમોલગેશનથી આજદિન સુધી કયા ઝોનમાં છે તેની વિગતો તેમજ જામનગર શહેરના રેવન્યુ સર્વે નંબર 910, 911, 912, 713/પૈકી, 714, 916/પૈકી, 917/પૈકી, 918/પૈકી, 919/પૈકી, 913, 914 અને 917, 919, 910 થી 913ના સર્વે નંબરના ઝોન સર્ટિફીકેટ, પાર્ટ પ્લાન પ્રમોલગેશનથી આજદિન સુધી કયા ઝોનમાં છે. તેની વિગતો, આ સર્વે નંબરમાં ઝોન ફેરફાર માટે આજદિન સુધી ક્યારે-ક્યારે અરજીઓ આવી છે તેની ઇનવર્ડ નંબર અને તે પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો, તા. 15 ડિસેમ્બરની સ્થિતિમાં આ સર્વે નંબર ક્યાં ઝોનમાં આવેલ છે? તેની વિગતો તથા તા. 1-10-2022થી આજદિન સુધી રાજ્ય સરકાર દ્વારા ઝોન ફેરફાર માટે ગેઝેટ પ્રસિધ્ધ કર્યું હોય તેની જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ કચેરીને ક્યારે જાણ કરવામાં આવી? તેની ઇનવર્ડ નંબર સહિતની વિગતો માગવામાં આવી છે.