રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 77 આઈ.પી.એસ. પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં હાલારના બંને જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.
રાજ્યના છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા સુનિલ જોશીની બદલી અમદાવાદ ખાતે થયાનું જાણવા મળ્યું છે. જ્યારે જામનગરના એ.એસ.પી. નિતેશ પાંડેને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જામનગર જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નિમણૂક કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત કરવામાં કડક અધિકારી સાબિત થયેલા નિતેશ પાંડેની નિમણૂક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતા જિલ્લાની જનતાએ આવકારની લાગણી અનુભવી છે.