ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ જ્યુરિખમાં રમાઈ રહેલી ડાયમંડ લીગના ફાઈનલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડા ડાયમંડ લીગ ટ્રોફી જીતનારો પહેલો ભારતીય બની ગયો છે. તેણે 88.44 મીટર ભાલા ફેંકી ચેક ગણરાજ્યના જૈકબ વાદલેચ્ચોને પછાડ્યો છે. તેણે પાંચમા પ્રયાસમાં 86.94 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજનો પહેલો થ્રો ફાઉલ થયો હતો. જ્યારે બીજા થ્રો-એ 88.44 મીટરનું અંતર કાપ્યું હતું. જે તેને ટ્રોફી જીતાડવા માટે કાફી હતું. નીરજે ત્રીજો થ્રો 88 મીટર, ચોથો થ્રો 86.11 મીટર અને પાંચમો 87 તેમજ છઠ્ઠો અને અંતિમ થ્રો 83.6 મીટર ફેંક્યો હતો. વાદલેચ્ચોએ નીરજ સાથે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો.