Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ ડ્રાઇવ - VIDEO

જામનગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઇટ ડ્રાઇવ – VIDEO

દિવાળીનો તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કાર્યવાહી

જામનગરમાં દિવાળીના તહેવારને ઘ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વિવિધ વિસ્તારોમાં કોમ્બીંગ નાઇટ યોજાઇ હતી. જેમાં ટ્રાફીક નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. ત્યારે દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા તથા જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધાની સુચનાથી શહેર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ ડ્રાઇવ યોજાઇ હતી. શહેરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી, મહાપ્રભુજીની બેઠક, અન્નપુર્ણા ચોકડી, પવન ચકકી વિસ્તારમાં સીટી એના પીઆઇ એ.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એન. રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક ફિલ્મ, ગાડીઓના કાગળો, ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમીયોગીરી કરતા લુખ્ખાતત્વો સહિતના વાહન ચાલકો અને ટ્રાફીક નિયમનનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular