રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે ધંધા-રોજગાર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજો વચ્ચે માર્ચ માસ માટેના હોલસેલ ફુગાવાના – ડબલ્યુપીઆઈ આંક ગયા વર્ષના સમાનગાળાની તુલનામાં માર્ચ ૨૦૨૧માં આઠ વર્ષના ઉચ્ચતમ સ્તરે ૭.૩૯% પર આવતા ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી.
કોરોના સંક્રમણ દેશભરમાં ફરી વાયુ વેગે ફેલાઈ રહ્યું હોઈ પરિસ્થિતિ કટોકટી જેવી સર્જાઈ ગયા સાથે દેશના ઘણાં રાજયોમાં આ વખતની બીજી લહેરમાં કોરોના લક્ષણો બદલાયા છતાં નવા સ્ટ્રેઈનને લઈને પોઝિટીવ કેસોનો વિસ્ફોટ થવા લાગતાં ચિંતિત સરકારો લોકડાઉન સહિતના આકરાં અંકુશના પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ આર્થિક મોરચે પીછેહઠના અંદાજો સામે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વધુ એક આર્થિક સ્ટીમ્યુલ્સ પેકેજ આપવાની જાહેરાત કરતાં સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
માર્ચ માસના અંતિમ તબક્કા દરમિયાન સાનુકૂળતા અચાનક જ પ્રતિકૂળતામાં પલટાઈ જવા પામી છે. દેશભરમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ ઝડપથી પ્રસરતા વિવિધ રાજ્ય સરકારો દ્વારા મીની લોકડાઉન અને કરફ્યુ સહિતના અન્ય આકરા પગલાનો અમલ કરાવાઈ રહ્યો છે.
સંક્રમણમાં વધારો થતા ઉદ્યોગમાં જે સુધારો થઈ રહ્યો હતો તેના પર ફરી બ્રેક વાગી ગઈ રહી છે. કોરોના સંક્રમણનો બીજો તબક્કો પ્રસરતા વિવિધ રાજ્યો દ્વારા અમલી બનાવાયેલ નાઇટ કરફ્યુ તેમજ મિની લોકડાઉનના કારણે એરલાઇન્સ અને હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. આ ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડી હતી ત્યાં જ અમલી બનેલા વિવિધ અંકુશોના પગલે ગ્રાહકોએ હોટલ- રેસ્ટોરન્ટમાં જવાનું ટાળ્યું છે. આમ, એરલાઇન્સ અને હોટલ/ રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ અગાઉ જેવી પરિસ્થિતિમાં સપડાઈ ચૂક્યો છે.
દેશના વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે એપ્રિલ માસના બીજા સપ્તાહમાં ભારતમાં વેપાર પ્રવૃત્તિ ઘટીને ગત વર્ષના ડિસેમ્બરના સ્તરે જોવા મળી છે. ૧૧ એપ્રિલના સમાપ્ત થયેલા સપ્તાહમાં નોમુરા ઈન્ડિયા બિઝનેસ રિઝમ્પશન ઈન્ડેકસ ઘટીને ૯૦.૪૦ રહ્યો હતો જે અગાઉના સપ્તાહમાં ૯૩.૭૦ જોવા મળ્યો હતો, એમ બ્રોકરેજ પેઢી નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
વિવિધ રાજ્ય સરકારો દ્વારા લાગુ કરાયેલા મિનિ લોકડાઉનને કારણે મોબિલિટી ઈન્ડિકેટર્સ કથળતા અને ઉપભોગતાઓના સાવચેતીભર્યા વલણને કારણે ઈન્ડેકસમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાની બીજી લહેરને કારણે દેશના અનેક રાજ્યોએ નિયમનકારી પગલાં લેવાની ફરજ પડી છે. ગંભીર સેકન્ડ વેવ છતાં, ટેસ્ટિંગ અને વેક્સિનેશનમાં સરકારની ઝડપને કારણે સખત પગલાં લેવાથી રાજ્ય સરકારો દૂર રહી શકી છે.
આ ઉપરાંત એપ્રિલમાં અત્યારસુધી જીએસટી ઈ-વે બિલ્સમાં વાર્ષિક ધોરણે ૩૮% ઘટાડો નોંધાયો છે જે માલસામાનની હેરફેરમાં ઓછી થઈ રહ્યાના સંકેત આપે છે. આ ઉપરાંત બેરોજગારીનો આંક પણ સાધારણ ઊંચો જોવા મળી રહ્યો છે. એકંદરે જુન ત્રિમાસિકમાં આર્થિક પ્રવૃત્તિની ગતિ માર્ચ ત્રિમાસિકની સરખામણીએ મંદ જોવા મળવાની નોમુરાએ ધારણાં મૂકી છે. જો કે વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટેનો આર્થિક વિકાસ દરનો ૧૨.૬૦%નો અંદાજ જાળવી રાખ્યો છે
અત્રે ઉલ્લેખનિય છે કે બીજી લહેરને પગલે માંગ પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખી વિવિધ રેટિંગ એજન્સીઓ ભારતના આર્થિક વિકાસ દર માટેના પોતાના અંદાજોમાં સાધારણ ઘટાડો કરી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.
બજારની ભાવી દિશા….
મિત્રો, વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૧૨.૫૦% રહેવા અંદાજાયો છે ત્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧માં જોવાતા ૮%ના ઘટાડાને ભરપાઈ કરવા ભારતે ઝડપથી વિકાસ સાધવાનો રહેશે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (આઈએમએફ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ગયા વર્ષના ઘટાડા બાદ વર્તમાન વર્ષમાં ભારતમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે અને હાઈ ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ રિકવરી દર્શાવી રહ્યા છે, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં ફરી જોવા મળી રહેલા નિયમનોને કારણે રિકવરી સામે જોખમો ઊભા થતાં દેશના અર્થતંત્ર પર પડેલી અસરને પહોંચી વળવા ભારતે વધારાના આર્થિક સ્ટીમ્યુલ્સ પૂરા પાડવાની સ્થિતિ બની છે.
મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક નીવડી દેશભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો હોઈ આર્થિક મોરચે આગામી દિવસોમાં ફરી માઠાં પરિણામોની શકયતા વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સાવચેતી બની રહેવાની શકયતા છે. હાલ તુરંત હવે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝન શરૂ થઈ ગઈ હોઈ અને પાછલા મહિનાઓમાં અનેક કંપનીઓની કામગીરીમાં જોવાયેલા સુધારાના પરિણામે ફંડોએ આ પરિણામોની અપેક્ષાએ શેરોમાં આક્રમક તેજી કરી છે. આ સાથે રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓને લઈ બજારની મજબૂતી ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોએ હાલ તુરંત જળવાઈ રહેલી તેજીમાં ઉછાળે નફો બુક કરવો હિતાવહ રહેશે.
આ સાથે કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૬૨૪ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૪૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૬૭૬ પોઇન્ટથી ૧૪૭૩૭ પોઇન્ટ,૧૪૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૨૦૨૩ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૧૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૨૨૭૨ પોઇન્ટથી ૩૨૪૭૪ પોઇન્ટ, ૩૨૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) ન્યુજેન સોફ્ટવેર ( ૩૦૬ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૨ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૮ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૪૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!
૨) અંબુજા સિમેન્ટ ( ૩૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૧૮ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૨૯૦ ) :- રૂ.૨૭૨ નો પ્રથમ તેમજ રૂ.૨૬૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) નિર્લોન લિમિટેડ ( ૨૭૩ ) :- ડાયવર્સિફાય કમર્શિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૮ થી રૂ.૨૯૨ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૫૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) વીએ ટેક વેબેગ ( ૨૪૦ ) :- રૂ.૨૨૭ નો પ્રથમ તેમજ રૂ.૨૧૩ ના સ્ટોગ સપોર્ટથી યુટીલીટી: નોન-ઇલેક. પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૧૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૦૨ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) એપેકસ ફ્રોઝન ( ૨૧૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) એપટેક લિમિટેડ ( ૨૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮ આસપાસ રોકાણકારે રૂ.૨૧૪ થી રૂ.૨૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) એચડીએફસી બેન્ક ( ૧૪૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ટેક મહિન્દ્ર ( ૧૦૦૮ ) :- આ સ્ટોક રૂ.૯૮૮ નો પ્રથમ તેમજ રૂ.૯૭૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૪૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૬૩ ) :- ૯૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૮૩૩ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૩ થી રૂ.૮૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) કોટક બેન્ક ( ૧૭૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ઈન્ડીગો ( ૧૫૭૯ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) એક્સિસ બેન્ક ( ૬૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૮૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૪૬ થી રૂ.૬૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) અશોક બિલ્ડકોન ( ૯૫ ) :- રોડ & હાઇવે સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જય કોર્પ ( ૮૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૦ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) જિંદાલ શૉ ( ૭૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કન્સ્ટ્રકશન & ઇજનેરી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) સનફ્લેગ લિમિટેડ ( ૬૫ ) :- રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )