રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૧.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૪૯૧.૫૧ સામે ૫૭૧૫૮.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૪૦૯.૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫૭.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૬.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૮૫૮.૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૫૧.૬૫ સામે ૧૭૦૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૫૧.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૭.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૬૩.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ૨૬,જાન્યુઆરી બુધવારના રોજ ગણતંત્ર દિવસ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વિશ્વભરમાં ફુગાવા – મોંઘવારીની વિકરાળ બનતી જતી સમસ્યા અને એના પરિણામે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાની અટકળો અને યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વના ભણકારાં વચ્ચે વૈશ્વિક બજારોમાં કડાકા પાછળ ભારતીય શેરબજારમાં આજે બ્લેક મન્ડે બાદ આજે સતત પણ બે તરફી અફડા તફડી સાથે શરુઆતી તબક્કામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જો કે અંતે ફંડોની નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી હતી.
વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિકમાં કેન્દ્રિય બજેટ ૧,ફેબ્રુઆરીના રજૂ થનારું હોઈ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષનો દર ૧૦%થી વધારીને ૧૫% કરવામાં આવશે અને લોંગ ટર્મનો ગાળો એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે એવી બજારમાં અહેવાલે શેરોમાં ફંડો, મહારથીઓ, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સાર્વત્રિક ગાબડાં પાડતાં ગભરાટમાં રીટેલ ઈન્વેસ્ટરોની પણ વેચવાની દોટને લઈ ગઇકાલે સેન્સેક્સ, નિફટી બેઝડ ધબડકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી બજારોમાં નાસ્દાકમાં સતત ધોવાણના પગલે આઈટી – સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોના હેમરીંગ સાથે ઓફલોડિંગ બાદ આજે સેન્સેક્સ ખુલીને આરંભથી નેગેટીવ ઝોનમાં રહીને મોટાપાયે વેચવાલી નીકળતાં બાદ સેન્સેક્સ એક તબક્કે તૂટીને નીચામાં અંદાજીત ૧૦૦૦ પોઈન્ટ ગબડીને કારોબાર કરી રહ્યો હતો, જો કે અંતે ફંડોની લેવાલી એ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૬ અને વધનારની સંખ્યા ૧૯૭૯ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ પરિબળો, પ્રિ-બજેટ કરેકશન સહિતના પરિબળો પાછળ ભારતીય શેરબજારોમાં વિતેલા સપ્તાહમાં એકધારી પીછેહઠ થવા પામી હતી. કામકાજના છેલ્લા પાંચ સત્રમાં સેન્સકસમાં અંદાજીત ૪૦૦૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં અંદાજીત ૧૧૦૦ પોઇન્ડનું ગાબડુ નોંધાયું છે. સેન્સેકસના ગાબડા પાછળ રોકાણકારોની સંપતિમાં ચાર દિવસમાં કરોડોનું ધોવાણ થવા પામ્યું છે. આગામી દિવસોમાં બજેટ દરખાસ્તો, ફેડરેટમાં વધારો, ફુગાવો તેમજ કોરોનાને કારણે બજારમાં અસ્થિરતા ભરી રહેવાની સંભાવના છે. આગામી બજેટમાં સરકાર એવા ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે જે વધુ રોજગારી ઉત્પન્ન કરે અથવા મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો હોય.
બજાર બજેટ પહેલાથી જ ડિસ્કાઉન્ડ મોડ પર કાર્યરત છે. બજેટ થકી બજારમાં તાત્કાલિક વધારો અસંભવિત લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો બજેટ બજારો માટે નોન-ઇવેન્ટ બનવાનું છે. જો કે, કોઈ આશ્ચર્યના કિસ્સામાં, બજાર નજીકના ગાળામાં, ઝડપથી સુધરે તેવી શક્યતા છે. બજેટ પછી ૨૦૨૨ના બાકીના સમયગાળામાં બીજી કઈ મહત્વની ઘટનાઓ અથવા પરિબળો પર ધ્યાન આપવું જોઈએ. હંમેશની જેમ ફેડ સ્ટેન્સ, ફુગાવો, આરબીઆઇની નાણાકીય નીતિ, Q4 માટેની કમાણી વગેરે જેવા ઘણા પરિબળો પર ધ્યાન આપવું જોઈએ.
તા.૨૭.૦૧.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૫.૦૧.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૨૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૨૦૨ પોઈન્ટ થી ૧૭૧૭૦ પોઈન્ટ ૧૭૦૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૦૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૫.૦૧.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૭૭૨૦પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૮૩૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૬૦૬ પોઈન્ટ થી ૩૭૪૭૪ પોઈન્ટ, ૩૭૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૩૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૭૨૩ ) :- ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૫૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૧૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કેમિકલ ( ૯૨૦ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૮૮ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ભારતી એરટેલ ( ૭૦૭ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૩ થી રૂ.૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૪૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૫૭ થી રૂ.૫૬૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૩૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૩૦ થી રૂ.૨૩૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૧૮૪ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૬૬ થી રૂ.૧૧૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટીવીએસ મોટર ( ૬૧૮ ) :- 2/3 વ્હીલર્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૩૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૮૮ થી રૂ.૫૭૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- સન ટીવી નેટવર્ક ( ૪૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૦૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૬૦ થી રૂ.૪૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બાયોકોન લિમિટેડ ( ૩૭૧ ) :- રૂ.૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૬૦ થી રૂ.૩૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )