Tuesday, December 24, 2024
Homeબિઝનેસનિફ્ટી ફયુચર 16606 પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર 16606 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૮.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૭૯૨.૨૭ સામે ૫૬૦૭૩.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૫૧૪.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૩.૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૨.૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૬૨૯.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૯૫.૮૫ સામે ૧૬૬૬૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૫૪૭.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૫૫૯.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ૧૯,ઓગસ્ટ ગુરુવારના રોજ મોહરમ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. વૈશ્વિક સ્તરે મિશ્ર અહેવાલો વચ્ચે સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણમાં ઝડપી ઘટાડા અને વેક્સિનેશનમાં  રેકોર્ડ વૃદ્વિના કારણે ભારત ઝડપી અનલોક થઈ રહ્યું હોઈ ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ધમધમવા લાગ્યા સાથે  દેશમાં જુલાઈ ૨૦૨૧માં રીટેલ વેચાણ  કોવિડ પૂર્વેના ૭૨%ના સ્તરે પહોંચી ગયાના આંકડા અને કોર્પોરેટ પરિણામો એકંદર પ્રોત્સાહક નીવડીતા સેન્સેક્સ, નિફટી બેઝડ અવિરત ઐતિહાસિક તેજી કરી હતી. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ ફુગાવામાં ઘટાડા સહિતના અન્ય સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલી પાછળ BSE સેન્સેક્સે ગઈકાલે પ્રથમ વખત ૫૬,૦૦૦ની મહત્ત્વની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી ૫૬૧૧૮ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૬૮૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો નોંધાવી હતી.

- Advertisement -

મહામારીની ત્રીજા તબક્કાની શક્યતા વચ્ચે વૈશ્વિક સ્તરે વાતાવરણ ડહોળાયું હોવા છતાં ઘરઆંગણાના સાનુકૂળ અહેવાલો પાછળ શેરબજારનું મોરલ સુધારા તરફી બની રહ્યું છે. વિવિધ સરકારી પગલાના કારણે અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે ભારત માટે પરિસ્થિતિ સ્ફોટક બનવાની દહેશત વચ્ચે ઉછાળે સ્થાનિક ફંડોએ પ્રોફિટ બુકિંગ પણ કર્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, સીડીજીએસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૩ અને વધનારની સંખ્યા ૧૦૬૮ રહી હતી, ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશભરમાં અંકૂશો હળવા કરાવાને કારણે વર્તમાન વર્ષના જુલાઈ માસમાં રિટેલ વેચાણનું સ્તર ૨૦૧૯ના જુલાઈ એટલે કે કોરોના પહેલાના જુલાઈ માસના વેચાણ આંકના ૭૨% જોવા મળ્યું છે. જુનની સરખામણીએ રિટેલ વેચાણમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય) દ્વારા હાથ ધરાયેલા સર્વે પ્રમાણે, વર્તમાન વર્ષના જુનનું રિટેલ વેચાણ કોરોના પહેલાના ૨૦૧૯ના જુનની સરખામણીએ ૫૦% રહ્યું હતું. કોરોનાની બીજી લહેર હળવી થવા સાથે વિવિધ રાજ્ય સરકારો તબક્કાવાર અંકૂશો હળવા કરી રહી છે.

દેશમાં રિટેલ વેચાણમાં સૌથી વધુ રિકવરી દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે. જુલાઈ માસમાં  આ વિસ્તારનું રિટેલ વેચાણ ૨૦૧૯ના જુલાઈના સ્તરના ૮૨% રહ્યું હતું. જે જુન માસમાં ૫૦% રહ્યું હતું. પશ્ચિમ ભારતમાં રિટેલ વેચાણ આંકનો સ્તર ૨૦૧૯ના જુલાઈની સરખામણીએ ૫૭% રહ્યો છે. પશ્ચિમ ખાસ કરીને મહારાષ્ટ્રમાં નિયમનકારી પગલાં લાંબો સમય સુધી ચાલુ રખાતા તેની અસર રિટેલ વેચાણ પર જોવા મળી હતી. આવી રહેલા તહેવારોની મોસમમાં રિટેલ વેચાણમાં વધારો થવાની શકયતા રહેલી છે.કોરોનાની બીજી લહેરને કારણે લાગુ થયેલા નિયમનોને પરિણામે એપ્રિલ તથા મેમાં રિટેલ વેચાણ આંક સામાન્ય કરતા અડધો એટલે કે ૨૫થી ૩૦ અબજ ડોલર રહ્યો હતો.

તા.૨૦.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૮.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૫૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૬૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૬૦૬ પોઈન્ટ થી ૧૬૬૧૬ પોઈન્ટ ૧૬૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૬૦૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૩૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૭૬ પોઈન્ટ થી ૩૫૮૦૮ પોઈન્ટ, ૩૬૦૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • મુથૂત ફાઈનાન્સ ( ૧૪૭૭ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૯૦ થી રૂ.૧૫૦૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૧૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચસીએલટેકનોલોજી ( ૧૧૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૯૩ ) :- રૂ.૯૭૭ નો પ્રથમ તેમજ રૂ.૯૬૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સન ફાર્મા ( ૭૮૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૩૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૬ થી રૂ.૬૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૦૫ ) :- રૂ.૧૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૪૯૯ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૭૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૦ થી રૂ.૯૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૮૦૨ ) :- ૮૨૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૩૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૭૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular