Monday, December 23, 2024
Homeબિઝનેસનિફ્ટી ફયુચર 15707 પોઈન્ટ મહત્વની સપાટી...!!!

નિફ્ટી ફયુચર 15707 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૫૩.૪૦ સામે ૫૨૪૩૨.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૧૩.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૧.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૪.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૧૯૮.૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૫૨.૪૦ સામે ૧૫૭૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૩૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ૨૧,જુલાઇ બુધવારના રોજ બકરી ઈદ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. ગઇકાલે યુ.કે. સહિત યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતાએ વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે સ્થાનિક સ્તરે અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓ સેબી અને ડીઆરઆઈની તપાસ હેઠળ હોવાનું નાણા મંત્રાલયે સંસદમાં જાહેર કરતાં તેમજ કોરોનાની ત્રીજી ઘાતક લહેર અચૂક ભારતમાં ટૂંકાગાળામાં આવશે એવા અહેવાલ વચ્ચે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સતત નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

- Advertisement -

વૈશ્વિક મંદીના એંધાણની સાથે સાઉદી અરેબિયા અને ઓપેક દેશો વચ્ચે ઉત્પાદન કાપ મામલે સમજૂતી થઈ ગયાના અહેવાલ છતાં સપ્તાહના સતત બીજા દિવસે વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેરબજારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ સતત પાછું ખેંચી રહ્યાના આવી રહેલા આંકડા સાથે સ્થાનિકમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, પાવર, ટેલિકોમ અને યુટિલિટીઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૮ અને વધનારની સંખ્યા ૧૧૩૭ રહી હતી, ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિકસિત દેશોની સેન્ટ્રલ બેંકો વ્યાપક સંપત્તિ ખરીદી સાથે દર ઘટાડીને શૂન્યની નજીક પહોંચી છે. ફેડરલ રિઝર્વે પણ ઝડપથી તેની બેલેન્સશીટ વિસ્તૃત કરી હતી અને તે હજી પણ દર મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડસ ખરીદી રહી છે. મહામારી બાદ તેની બેલેન્સશીટનું કદ પણ લગભગ બમણું થઇને ૮ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. આરબીઆઈએ નીતિ દર ઘટાડયા અને સિસ્ટમમાં લિક્વિડિટી વધારી. આ ઉપરાંત લાંબા ગાળાના રેપો કામગીરીને લક્ષ્યાંક બનાવીને વિવિધ ક્ષેત્રમાં પ્રવાહિતા સફળ કરી તેમણે સરકારની ઉધાર યોજનાને સક્રિયપણે સમર્થન પણ આપ્યું હતું. વ્યાજ દરમાં વધારો નહીં કરીને પણ તેનો વિસ્તૃત વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ તેના તાજેતરના માસિક બુલેટિનમાં કહ્યું હતું કે, આરબીઆઈ મોટાભાગે ખુલ્લા બજારમાંથી સરકારી બોન્ડની ખરીદીમાં સામેલ છે અને તેણે સરકાર દ્વારા સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવાની જવાબદારી તેની બેલેન્સશીટમાં લીધી છે. પરંતુ તે જોવાનું બાકી છે ફુગાવાના દબાણને ધ્યાનમાં રાખીને આરબીઆઈ કેવા પગલા ભરે છે તેના પર નજર રહેશે.

તા.૨૨.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૬૩૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૫૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૫૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૬૭૬ પોઈન્ટ થી ૧૫૭૦૭ પોઈન્ટ ૧૫૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૪૮૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૬૦૬ પોઈન્ટ થી ૩૪૭૩૭ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસ ( ૧૦૪૭ ) :- લાઇફ ઇન્સોયરન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૦૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૮૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૮૮ થી રૂ.૮૯૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ભારત ફોર્જ ( ૭૯૭ ) :- રૂ.૭૮૦ નો પ્રથમ તેમજ રૂ.૭૭૩ ના બીજા સપોર્ટથી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૫૭ ) :- કોમોડીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૩ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૮૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૩૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૨૭ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૮૫ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૭૦ થી રૂ.૬૫૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સન ટીવી નેટવર્ક ( ૫૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૮ થી રૂ.૪૯૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અંબુજા સિમેન્ટ ( ૪૦૫ ) :- ૪૨૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૩૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૮૮ થી રૂ.૩૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular