નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર સિન્ડિકેટ અંગે મોટી કાર્યવાહી કરી છે. એનઆઇએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 70થી વધારે જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી જાણકારી પ્રમાણે એનઆઇએના આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. આ દરોડા ટેરર ફંડિંગને લઈને ગેંગસ્ટર અને તેના નજીકના લોકોના ઠેકાણા પર પાડવામાં આવ્યો છે. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સાથી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના સાથીઓને આશ્રય આપવાનો કેસ છે. આ ઉપરાંત કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રસ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું એનઆઈના સૂત્રોનું કહેવું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કચ્છ ગાંધીધામનાં કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ હાથ ધરી છે. કુલવિંદર સિદ્ધુ લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી જોડાયેલો છે. પહેલા પણ બિશ્નોઈ ગેંગને આશરો દેવાના મામલામાં કુલવિંદરનું નામ સામે આવી ચુક્યું છે. કુલવિંદર સિદ્ધુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં પણ જોડાયેલો છે તેવું સુત્રો જણાવી રહ્યાં છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ ગઈંઅના રડાર પર છે. ગઈંઅએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી એનઆઇએએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી. એનઆઇએની આ દરોડા તમામ જગ્યાઓ પર એક સાથે કરવામાં આવી રહી છે. એનઆઇએના સૂત્રોના જણાવ્યા અનુસાર છ ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણાં વધુ ગેંગસ્ટરોના નામ સામે આવ્યા હતા. ગઈંઅ પૂછપરછ કરાયેલા ગેંગસ્ટરોના ઘરો અને તેમના અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા અન્ય સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગેંગસ્ટરોના અન્ય દેશોમાં સંપર્ક હોવાનો મામલો સામે આવ્યો છે. ભારતમાં લોરેન્સ બિશ્નોઈ અને બવાના ગેંગના નામે આતંક માટે ઘણું ફંડિંગ છે. આ પહેલા શનિવારે એનઆઇએ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવા અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના મામલામાં એનઆઇએ દ્વારા એક પછી એક દરોડા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.