સંગઠિત આતંકવાદી જૂથો અને ગુંડાઓ પર લગામ લગાવવા માટે સક્રિય બની છે. એજન્સીએ ઉત્તર ભારતમાં લગભગ 60 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી નાર્કો આતંકવાદ, હથિયારોની દાણચોરી અને ગેંગ વોરને રોકવા માટે કરવામાં આવી છે. એનઆઇએના સૂત્રોએ જણાવ્યું કે ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટે આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એજન્સીને શંકા છે કે કાવતરા હેઠળ ગેરકાયદેસર ગતિવિધિઓ કરવામાં આવી રહી છે.
એજન્સીએ ઉત્તર ભારતમાં 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીનું કહેવું છે કે કેટલીક ટોચની ગેંગને રડાર પર લેવામાં આવી છે, જે ભારતમાં કાર્યરત છે અથવા તેમના સાગરિતો વિદેશથી આતંકવાદ વધારવાનું કામ કરી રહ્યા છે. હાલમાં એનઆઇએએ હરિયાણા અને પંજાબના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એનઆઇએ દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને પશ્ર્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તાજેતરમાં એનઆઇએ નીરજ બવાના ગેંગ, લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ સહિત 10 ગેંગસ્ટરો સામે તપાસ શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં માત્ર લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે.