ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ એન્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ રિસર્ચ સ્ટડી શરૂ કરી છે. તેના ભાગરૂપે દેશમાંથી અલગ-અલગ શહેરોના સીવેજ સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હવે પાણીમાં ફેલાયેલા વાયરસની કેટલી અસર થશે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના લખનઉમાં કોરોના વાયરસને લઈને એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. પીજીઆઈના માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યાઓમાં સીવેજ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં યુપીનું લખનઉ SGPGI પણ છે. પ્રથમ તબક્કામાં લખનઉની જ 3 સાઈટમાંથી સીવેજ સેમ્પ લેવામાં આવ્યા છે. તેમાંથી એક જગ્યાના સેમ્પલમાં કોરોનાવાઈરસની પુષ્ટિ થઈ છે. તે સિવાય મુંબઈના સીવેજમાં પણ કોરોનાવાઈરસ મળ્યો છે. હાલ દેશના અન્ય શહેરોમાં સ્ટડી ચાલુ છે.
ડો.ઘોષાલના જણાવ્યા મુજબ શહેરના પાણીમાં વાઈરસની પુષ્ટિ તો થઈ ગઈ છે. જોકે પાણીમાં રહેલા વાઈરસથી સંક્રમણ ફેલાશે કે નહિ તે હાલ રિસર્ચનો વિષય છે. એવામાં યુપીના અન્ય શહેરોમાંથી પણ સેમ્પલ એકત્રિત કરવામાં આવશે. સીવેજ સેમ્પલ ટેસ્ટિંગના આધારે હવે મોટો સ્ટડી થશે. સાથે જ તેનાથી સંક્રમણના ફેલાવવા અંગે પણ સ્ટડી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આવામાં સામાન્ય લોકો માટે કેટલું નુકશાનકારક હશે તે અગે હજુ અધ્યયન કરવાનું બાકી છે.