Tuesday, December 16, 2025
Homeસમાચારરાષ્ટ્રીયનવો ખતરો: કેરળમાં ઝીકા વાયરસના 13 કેસ

નવો ખતરો: કેરળમાં ઝીકા વાયરસના 13 કેસ

કેરળમાં કોરોનાની સાથે ઝીકા વાયરસનો ખતરો ચિંતા વધારવા માંડ્યો છે. શુક્રવારે રાજ્યમાં 13 નવા કેસ નોંધાયા છે. સગર્ભા સ્ત્રીમાં આ વાયરસ મળી આવ્યાના એક દિવસ પહેલાં જ પુષ્ટિ થઈ હતી. ઝીકા વાયરસથી ચેપ લાગવાનાં લક્ષણો ડેન્ગ્યૂ જેવા જ છે, જેમ કે તાવ આવવો, શરીર પર ફોલ્લીઓ થવી અને સાંધાનો દુખાવો થવો. રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું હતું કે ગુરુવારે જ 19 શંકાસ્પદ લોકોનાં સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યાં છે, જ્યારે રિપોર્ટ શુક્રવારના રોજ આવ્યો તો 13 લોકોમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે. સંક્રમિતોમાં ડોકટરો સહિત 13 આરોગ્યકર્મચારીનો સમાવેશ થાય છે. જ્યોર્જે જણાવ્યું હતું હતું કે ગુરુવારે 24 વર્ષીય સગર્ભા સ્ત્રીમાં આ વાયરસના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો હતો. એક અઠવાડિયા પહેલાં તેની માતામાં પણ વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. સંક્રમિત મહિલા તિરુવનંતપુરમના પરાસલેનની રહેવાસી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. તેણે 7 જુલાઈએ એક બાળકને જન્મ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular