ગુજરાત પોલીસ દ્વારા રોડ સેફટી અને તેને લગત કામગીરીને લઇને બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા આવતીકાલથી એટલે કે 6 માર્ચ થી 15 માર્ચ સુધી સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીટ બેલ્ટ કે હેલ્મેટ નહી પહેરનાર વાહનચાલકોને દંડ ફટકારવામાં આવશે,
ગુજરાત પોલીસને હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેર્યા હોય એના વધુમાં વધુ કેસ કરવા સુચના આપવમાં આવી છે. રાજ્યમાં બનતા રોડ અક્સ્માતના બનાવોમાંહેલ્મેટ નહી પહેરવા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના લીધે અકસ્માતોમાં મૃત્યુદરતેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માટે રોડ અકસ્માતોમાં ઘટાડો કરવા તેમજ ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટના ભંગના કેસ અંગેની ડ્રાઈવ રાખવા માટે તેમજ આ ડ્રાઈવ દરમિયાન નિયમભંગ કરનારના વધુમાં વધુ કેસ કરવાની સુચના આપવામાં આવી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાંચ તરફથી તમામ પોલીસ કમિશનર અને જીલ્લા પોલીસ વડાને સુચના આપવામાં આવી છે.
ટ બેલ્ટ ના પહેરતા હોય અને બાઈક ચલાવતા સમયે હેલ્મેટનો ઉપયોગ ના કરતા હોય તેવા લોકોની ધરપકડ કરીને તેમની સામે કેસ નોંધીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અકસ્માતના બનાવ નિયંત્રણમાં લાવવામાં આવે. ગુજરાત પોલીસે રોજબરોજની કામગીરી કરીને તેની વિગતો પણ આપવાની રહેશે.