Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજકોટ-સુરત મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરાઇ

રાજકોટ-સુરત મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરાઇ

- Advertisement -

અઢી વર્ષની ટર્મ આજે પુરી થતા નવા હોદ્દેદારોની વરણી થઈ રહી છે. ગઈકાલે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ આજે રાજકોટ અને સુરતના નવા હોદ્ેદારોની વરણી કરવામાં આવી હતી.

- Advertisement -

રાજકોટમાં નવા મેયર તરીકે નયનાબેન પેઢડિયાની વરણી કરવામાં આવી છે. આ સાથે ડે. મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની વરણી કરવામાં આવી છે.

જ્યારે સુરતમાં પણ તમામ અટકળોના અંત વચ્ચે 38 માં મેયર તરીકે દક્ષેશ માવાણીની નિમણૂંક કરાઇ છે. ઉપરાંત જે નામ જલસામાં ન હતું. તેવા રાજન પટેલને સ્યાયી સમિતિ અધ્યક્ષ બનાવાયા છે. ડે. મેયર તરીકે નરેશ પાટીલ અને શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂંક કરવામાં આવી છે. દંડક તરીકે ધર્મેશ વાણિયા વાળાને નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular