Tuesday, January 14, 2025
Homeરાજ્યહાલારદેવભૂમિ પોલીસની નવતર પહેલ : ચાની ચુસ્કી સાથે એસટી બસમાં મુસાફરો સાથે...

દેવભૂમિ પોલીસની નવતર પહેલ : ચાની ચુસ્કી સાથે એસટી બસમાં મુસાફરો સાથે અવેરનેસ અંગે સંવાદ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા-જતા મુસાફરો, યાત્રાળુઓ તેમજ વાહન ચાલકોની સુરક્ષા તેમજ જાગૃતિ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી હકારાત્મક અભિગમ સાથે વિવિધ પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં હાઈ-વે પર હેલ્મેટ વિતરણ, હાઈવે પર આઈ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો બાદ શુક્રવારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એસટીની બસમાં મુસાફરો સાથે ચા ની ચૂસકી લઈ અને ટ્રાફિક અવેરનેસનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

હાઈવે પર થતા અકસ્માત અટકાવવા તેમજ વાહન ચાલકો દ્વારા વિવિધ પ્રકારે જાગૃતિ કેળવાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. વી.એમ. સોલંકી દ્વારા વધુ એક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત લોકો દ્વારા ટ્રાફિક નિયમનું પાલન થાય તે આશયથી દ્વારકાથી ખંભાળિયા તરફ આવતી તેમજ જતી એસટીની બસોમાં જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. સોલંકી તેમજ તેમના સ્ટાફ દ્વારા વિવિધ ટીમ બનાવીને આ બસમાં બેઠેલા મુસાફરોને ટ્રાફિક અંગેનું સીધું જ માર્ગદર્શન મળી રહે તે માટે તેમજ અકસ્માત નિવારવા મુસાફરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એસ.ટી.ની બસમાં મુસાફરો સાથે ચા પીતાપીતા પેમ્પલેટ સહિતના પ્રેઝન્ટેશન મારફતે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા, વાહનોના ઇન્ડિકેટર નો યોગ્ય ઉપયોગ કરવા, ઓવર સ્પીડમાં વાહનો ન ચલાવવા, કેપેસિટી કરતા વધુ મુસાફરો ન બેસાડવા, ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અને બાઈક ટુ-વ્હીલરમાં હેલ્મેટ પહેરવા સહિતની બાબતે જાગૃતિ કેળવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રીતે અલગ-અલગ એસટીની બસોમાં આશરે 300 થી વધુ મુસાફરો સાથે ચા ની ચૂસકી લગાવતા ટ્રાફિક નિયમન બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા મુસાફરો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો આ નવતર અભિગમ મુસાફરો તેમજ લોકોમાં આવકારદાયક અને પ્રશંસારૂપ બની રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular