નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે લગભગ દરેક ઘરમાં માતાજીનો ગરબો લઇને નવ દિવસ તેની પૂજા કરવામાં આવે છે. માઁ આદ્યશક્તિની આરાધનાના આ પર્વ બાદ દરેક આ ગરબાને પાણીમાં પધરાવતા હોય છે. ત્યારે જામનગરના પ્રકૃતિ મિત્ર ગ્રુપે આ ગરબાને ચકલીનું ઘર બનાવવાની એક નવી પહેલ કરી છે.
જામનગરમાં પ્રકૃતિ મિત્ર દ્વારા ગરબો એ ચકલીનું ઘર એક નવી પહેલના ઉદ્ેશથી લોકોના ઘરમાં નવરાત્રિ દરમિયાન સ્થાપના કરવામાં આવતાં ગરબા એકત્ર કરી અને જામનગરના અલગ અલગ વિસ્તારમાં કે જે વિસ્તારમાં ચકલીઓની સંખ્યા હોય ત્યાં આ ગરબા યોગ્ય રીતે લગાડાવી શકાય અને સાથે સાથે જ વિશ્ર્વ ચકલી દિવસના દિવસે પણ એકત્ર થયેલા ગરબા ચકલી ઘર તરીકે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ગરબા પાણીમાં ન પધરાવવા લોકોને અપીલ કરાય છે.
આ ઉપરાંત કોઇ વિસ્તારમાં સોસાયટીમાં કે એરિયામાં મોટી સંખ્યામાં ગરબા હોય તો પ્રકૃતિ મિત્રને ફોનથી જાણ કરવામાં આવે તો ત્યાંથી ગરબા લેવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે. જેના માટે આપેલા નંબર પર સંપર્ક કરવાનો રહેશે. ખોડિયાર કોલોની માટે નરેન્દ્રભાઇ ભેંસદડીયા મો. 94279 43988, પવનચક્કી ન્યારા પેટ્રોલ પંપ પાસે મયૂરભાઇ નાખવા મો. 98242 24601, રણજીતનગર જનતા ફાટક પ્રકાશભાઇ આમરણીયા મો. 96259 33834, લાલપુર ચોકડી, ગ્રીન સીટી ભૌતિકભાઇ સંઘાણી મો. 84012 88288, શરુ સેકશન રોડ ભાવેશભાઇ પઢિયાર મો. 98252 19512, ઓશવાળમાં મિકાંતભાઇ વડોદરીયા મો. 76987 30010 પર સંપર્ક કરવા માટે પ્રકૃતિ મિત્ર-જામનગરની યાદીમાં જણાવાયું છે.