ભારતમાં ગાયને માતાનો દરરજો આપવામાં આવ્યો છે જ્યારે વૈજ્ઞાનિકો એ પણ સાબિત કર્યુ છે કે પાલતુ પશુઓ સાથે સમય વિતાવવાથી મગજ શાંત થાય છે. જ્યારે અમુક ઘરોમાં શ્વાન, બીલાડી જેવા પાલતુ પ્રાણીઓ રાખવામાં આવે છે ત્યારે અમેરિકામાં એક નવું અભિયાન ‘કાઉકડલિંગ’ શરૂ થયું છે.
અમેરિકામાં આ અભિયાનમાં લોકો પ્રતિ કલાકના પૈસા ચૂકવીને ગાયને ગળે લગાડે છે. અમેરિકામાં ગોરાઓ ગાય સાથે સમય વિતાવવા અને તેને ગળે લગાડવા માટે 300 ડોલર જેટલા પૈસા ખર્ચી રહ્યા છે. ગોરાઓ પૈસા ચૂકવીને ગાય સાથે સમય વિતાવે છે તેને વ્હાલ કરે છે પીઠ પર હાથ ફેરવી વાતો કરે છે. લોકોનું માનવું છે કે ગાય સાથે સમય પસાર કરવાથી શરીરમાં નવી ઉર્જા મળે છે. મનને શાંતિ મળે છે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું ખૂબ જ મહત્વ છે. ગાય આધારિત વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. જેમાં ભારતીયો મોખરે છે. ત્યારે હવે અમેરિકામાં પણ ગાય પ્રત્યે લોકો સભાન થયા છે અને પોતાના વ્યસ્ત સેડયુલમાંથી સમય કાઢીને જીવનમાં શાંતિ મેળવવા માટે ગાય સાથે સમય વિતાવે છે.