જામનગર-રાજકોટ હાઇ-વે પર જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય માત્ર શિયાળામાં નહીં હવે બારેમાસ પક્ષીઓથી ચહેકતું રહે છે…
આ પક્ષી અભ્યારણ્ય રામસર સાઇટ જાહેર થતાં તેના સંરક્ષણ અને વિકાસના કારણે હવે માત્ર શિયાળામાં જ નહીં બારેમાસ આ અભ્યારણ્ય વિવિધ પક્ષીઓથી ચહેકતું અને મહેકતું રહે છે.. ફલેમીંગો, પેન્ટેડ, સ્ટોર્ક, સોસીટી બતક, ગ્રીન બી ઇટર, અનેક પ્રકારના તેતર, ટીટોળી, રણ ગોધલો, થીકની જેવા જમીન પર માળા બાંધતા અને પક્ષીઓ પાણી ઓછું થતા અને ભીના કાંઠાઓ પર ઉનાળા દરમ્યાન માળા બાંધી આ અભ્યારણ્યને હર્યુભર્યુ રાખી રહયા છે. તો શિયાળ, બિલાડી, કાબચા જેવા અનેક વન્યજીવો પણ આ અભ્યારણ્યમાં પોતાના પરિવારને આગળ વધારી રહ્યા છે. એ વિભાગોમાં રહેલા આ અભ્યારણ્યમાં ક્રમશ: પક્ષીઓ વધી રહયા છે. ભર ઉનાળે પાર્ટ-રમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ફેલેમિંગોના સમૂહ નૃત્ય આકર્ષણરૂપ બની રહયા છે. આવા સંજોગોમાં અભ્યારણ્યના વિસ્તારમાં ચરીયાણ માટે ઘુસી આવતા પાલતુ પશુઓ પક્ષીઓના ઇંડા અને નાના બચ્ચા માટે ખતરો બની રહયા છે. રામસર સાઇટ જાહેર થયા પછી આ અભ્યારણ્યની મહતા વધી છે. ત્યારે વન વિભાગ તેની સુરક્ષા પ્રત્યે જાગૃતતા દાખવી આવા ન્યુસન્સ થતા અટકાવવા યોગ્ય પગલાં લઇ આ અભ્યારણ્યને સુરક્ષિત કરી જમીનીમાળાઓ અને બચ્ચાંઓના રક્ષણ તરફ ધ્યાન આપે તેવી પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓની માંગણી છે.
(તસ્વીર : વિશ્વાસ ઠકકર)