ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઇ ગયા છે.ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્ર્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયાં છે અને ભાજપે તેમને ખેડબ્રહ્માની ટીકિટ પણ આપી દીધી છે. તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર દરમ્યાન સ્થાનિકના પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામમાં કેમ થયા નથી એવો પ્રશ્ર્ન પૂછતા કોટવાલ અકળાયા હતા.
પ્રશ્ર્ન પૂછનાર મતદારને કોટવાલે કહ્યું હું તેમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો નહીં તો કંઈ નહીં. કોટવાલના આ પ્રકારના તેવરથી મતદારો પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા.