Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવાયર અને ટ્રાન્સફોર્મરમાં વૃક્ષારોપણ : પીજીવીસીએલની ગંભીર બેદરકારી

વાયર અને ટ્રાન્સફોર્મરમાં વૃક્ષારોપણ : પીજીવીસીએલની ગંભીર બેદરકારી

પ્રિમોન્સૂન કામગીરીમાં આરંભે સુરા, પ્રજાલક્ષી કામગીરીમાં નિંભર: જાળવણીના અભાવે ખોરવાતો વીજપૂરવઠો

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં પીજીવીસીએલના અધિકારીઓ જેટલો ઉત્સાહ બતાવે છે. તેટલો ઉત્સાહ જો પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરે તો વીજપૂરવઠો પણ ન ખરોવાઈ અને પ્રજાને તેની સમસ્યાનું નિરાકરણ કર્યાનો સંતોષ થાય.

- Advertisement -

ચોમાસા પૂર્વે પીજીવીસીએલની ટીમો દ્વારા શહેર અને જિલ્લામાં ચોમાસા દરયિમાન વીજપૂરવઠો ન ખોરવાઈ અને શોટ સર્કિટના બનાવો ન બને તે માટે પ્રિમોન્સૂન કામગીરીના નામે પ્રજાના પરસેવાની કમાણીના લાખો રૂપિયાનું આંધણ કરી વેડફાટ કરતા હોય છે. કેમ કે આ પ્રિમોન્સૂન કામગીરી બાદ જ્યારે ચોમાસાની શરૂઆત થવાથી સામાન્ય વરસાદ પડે કે તરત જ વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાઈ જતો હોય છે. ત્યારે પ્રજામાં પીજીવીસીએલની આ પ્રિમોન્સૂન કામગીરી સંદર્ભે અનેક તર્ક-વિર્તકો થતા હોય છે. પીજીવીસીએલના અધિકારીઓ પ્રજાલક્ષી કામગીરીમાં ધ્યાન આપે તો આવી સમસ્યાઓ ન સર્જાય હાલમાં જ પીજીવીસીએલની ઘોર બેદરકારીનું ઉદાહરણ જોવા મળ્યું છે.

જામનગરના નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતા સનસીટી, સેટેલાઈટ વિસ્તારોમાં પીજીવીસીએલની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો જેમાં આ વિસ્તારોમાં રહેલા ટ્રાન્સફોર્મર અને વીજતારો ઉપર યોગ્ય જાળવણીના અભાવે વનસ્પતિના વેલાઓ ચડી જવાથી પ્રથમ નજરે ટ્રાન્સફોર્મર પર જાણે વૃક્ષારોપણ ન કર્યુ હોય તેવી પ્રતિતી થાય છે અને આ વૃક્ષારોપણના કારણે વિસ્તારોમાં દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત વીજપૂરવઠો ખોરવાઈ જતો હોય છે. જેના કારણે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

- Advertisement -

આશ્ચર્યની બાબત એ છે કે, સતત કામગીરી કરતી પીજીવીસીએલની ટીમ દ્વારા આ વિસ્તારમાં રહેલા ટ્રાન્સફોર્મર ઉપર વેલાઓ ચડી ગયા હોવા છતાં કર્મચારીએ જૂનિયર ઈજનેર, ડેપ્યુટી ઈજનેર કે કાર્યપાલક ઈજનેર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હતી. ઉપરાંત વિસ્તારના લોકો દ્વારા અવાર-નવાર બેદરકાર અને નિંભર તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં આવી ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular