ભારતીય સેનાએ એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી છે, જેણે મોટો ખુલાસો કર્યો છે. આતંકવાદીએ જણાવ્યું હતું કે એક પાકિસ્તાની કર્નલે તેને ભારતીય ચોકી પર હુમલો કરવા માટે 30 હજાર પાકિસ્તાની રૂપિયા (ભારતીય રૂપિયા 10,980) આપ્યા હતા. એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે આ બાબતોની કબૂલાત કરી છે.
આ આતંકવાદી ભારતીય સેનાની પકડમાં આવી ચૂક્યો છે. આ વખતે રાજૌરીમાં લાઈન ઓફ ક્ધટ્રોલ (એલઓસી) પાસે ઘૂસણખોરી દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, 21 ઓગસ્ટના રોજ આતંકવાદી તબરાક હુસૈન તેના 4-5 સાથીઓ સાથે એલઓસી બોર્ડર પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. તે ભારતીય ચોકી પાસે ફેન્સિંગ કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે સૈનિકોએ તેને જોયો અને પડકી લીધો હતો, ત્યાર બાદ તબરાકે ભાગવાનો પ્રયાસ કર્યો. ગોળીબારમાં તે ઘાયલ થયો હતો અને જીવતો પકડાઈ ગયો હતો. (અનુ. પાના 6 ઉપર)