હાલની ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિ ઘ્યાને લેતાં સામાન્ય જનજીવન પર અસરો પણ થઇ રહી છે. ત્યારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ ગુજરાત સરકાર દ્વારા સ્નાતકકક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં અને તારીખો અપાઇ છે. જેમાં સમય વધારવો જોઇએ.
જેમાં પ્રથમ બે રાઉન્ડની વાત કરીએ તો, હજૂ માર્કશીટો આવી નથી અને તારીખ 18 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી ચેક કરી જીસીએએસ પોર્ટલ પર સબમિટ કરવાનું છે. પ્રમાણપત્રોનું વેરિફિકેશન તા. 20 મે સુધીમાં કરાવવાનું છે. પરંતુ અહીં તે સમય મર્યાદા વધારવી જોઇએ તેવું લાગે છે.
ત્યારબાદ વાત કરીએ પ્રવેશ રાઉન્ડ ત્રણની તો, જેની ટેકનિકલ પ્રોસેસ તા. 21-05-2025 થી તા. 24-05-2025 સુધીમાં પૂરી કરવાની છે. જે સમય પણ પૂરતો નથી. તો વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર લોગઇન કરી સંબંધિત યુનિવર્સિટી, કોલેજ દ્વારા પ્રવેશની ઓફર પોર્ટલ પર ક્ધફર્મ કરી તેની પ્રિન્ટ મેળવી સંબંધિત યુનિવર્સિટી-કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે રીપોર્ટિંગ કરી ફી ભરવી. જેના માટે 26 થી 28 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. તો વળી એક દિવસમાં લિસ્ટ તૈયાર કરી આપવાનું હોય ત્યારે અહીં સમય મર્યાદા વધારવી જોઇએ તેવું લાગી રહ્યું છે.


