કળકતી ભળકતી ગરમી બાદ હવે આવી છે. મોન્સૂનની સીઝન. ભર ઉનાળામાં તો સ્કીન સંભાઇ થઈ પરંતુ હવે આ બદલાતા વાતાવરણની સાથે આપણે પણ સ્કીન કેરમાં બદલાવ લાવવો પડશે. સામાન્ય રીતે ચોમાસામાં ભેજવાળુ વાતાવરણ હોય છે. જેમાં સ્કીન થોડી ઓઇલી રહે છે. ત્યારે ખીલ અને ફંગલ ઈન્ફેકશન જેવી પ્રોબ્લેમ્સ રહે છે ત્યારે સ્કીન એન્ડ હેર કેર માટે શું કરી શકાય ? તો ડોકટર દિપાલી ભારદ્વાજ દિલ્હી સેન્ટર ફોર સ્કીન એન્ડ હેયર સીનીયર ડર્મેટોલોજીસ્ટર જણાવે છે કે, થોડી ટીપ્સ જેનાથી આપ મોન્સૂનમાં સ્કીન પ્રોબ્લેમ્સથી બચી શકો…
ચોમાસાની ઋતુમાં બેકટેરીયા અને ફંગલ ઈન્ફેશન રોકવા માટે નિયમિત રૂપે ન્હાવું અને સ્કીનને ડ્રાય રાખવી જરૂરી છે. જે અંગોમાં પરસેવો વધુ થતો હોય તેને ધોયને સુકાવા દેવું અને કોટનના ખુલ્લા કપડા પહેરવા જરૂરી છે. શરીરને હાઈડે્રટ રાખવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. આ સીઝનમાં પગનું પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. ઘણાં લોકોને બુટ, મોઝા પહેરવાની આદત હોય છે. જ્યારે આ સીઝનમાં તે લોકોને ફંગસ કે ઈન્ફેકશન થવાની સંભાવના રહે છે. તો તેવા લોકો એ મોઝા પહેરતા પહેલાં સેન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે ચહેરા પર ભેજવાળા વાતાવરણના કારણે ખીલ અને ફોલ્લી થવાની શકયતાઓ હોય છે. તો આ સીઝનમાં ઓછામાં ઓછું બે વખત ફેસવોસ થી અને થોડી થોડી વારે સાદા પાણીથી મોઢું ધોઇને સાફ કરવું જોઇએ તેમજ એન્ટીળતોટંક જેલ પણ વાપરી શકાય આમ ચોમાસાની સીઝનમાં તમારી ત્વચાની વિશેષ સંભાળ રાખી શકાય છે. અને તમારી સ્કીનને ડેમેજ થવાથી રોકી શકાય છે.