Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ નજીક દારૂના વિશાળ જથ્થા સાથે કારમાં જઈ રહેલા બે શખ્સો ઝડપાયા

ભાણવડ નજીક દારૂના વિશાળ જથ્થા સાથે કારમાં જઈ રહેલા બે શખ્સો ઝડપાયા

રૂા. 1.62 લાખનો મુદ્દામાલ કબજે: અન્ય પાંચ શખ્સોની શોધખોળ

- Advertisement -

ભાણવડ નજીકના હાઈ-વે માર્ગ પરથી ગત રાત્રીના સમયે જામનગર તરફ જઈ રહેલી એક સ્વીફ્ટ મોટરકારમાં દેશી દારૂનો વિશાળ જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. આ ગુનામાં રાણાવાવના બે શખ્સોને રૂા. 1.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. સાથે અન્ય પાંચ શખ્સોનામ ખુલવા પામ્યા છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ ભાણવડ પી.એસ.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગતરાત્રીના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ તાલુકાના કાલાવડ ફાટક પાસેથી જઈ રહેલી એક સ્વિફ્ટ ડીઝાયાર મોટરકાર નંબર જીજે-24-એક્સ-7232 ને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાં અડધો ડઝન જેટલા કોથળાઓમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો.

જામનગર તરફ દેશી દારૂના આ તોતિંગ જથ્થા સાથે જઈ રહેલા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રબારી મેસૂર ચનાભાઈ કોડીયાતર (ઉ.વ. 31) તથા રાણાવાવ તાબેના ગંડિયા નેસ ખાતે રહેતા જેસા વેજાભાઈ મોરી (ઉ.વ. 25) નામના બે શખ્સોને રૂા.10 હજારની કિંમતના 500 લીટર દેશી દારૂ, રૂપિયા દોઢ લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર તથા ત્રણ હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા. 1,62,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ધામણી નેસ ખાતે રહેતા બીજલ ઢુલા મોરી, કનુભાઈ મોરી, ગંડિયાવારા નેસ ખાતે રહેતા બધા વેજાભાઈ મોરી, કરસન કાનાભાઈ કોડીયાતર તથા જામનગર ખાતે રહેતો અજાણ્યો મોટરસાયકલ ચાલક નામના શખ્સ મળી કુલ પાંચ શખ્સોના નામ જાહેર થતા પોલીસે ઉપરોકત પાંચ શખ્સોને હાલ ફરાર જાહેર કરી, તેઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.એસ.આઈ. નિકુંજ જોશી, સર્વેલન્સ સ્કવોડના એએસઆઈ જયદેવસિંહ જાડેજા, પ્રતાપભાઈ ભાટીયા, કિશોરસિંહ જાડેજા અને વેજાણંદભાઈ બેલા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular