NDRF ની ટીમ દ્વારા જામનગર હોમગાર્ડના જવાનો ને તાલીમ અપાઈ હતી. કુદરતી અને માનવ સર્જિત આફત માં કઈ રીતે કામગીરી કરવીતે અંગે હોમગાર્ડના જવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તન્ના હોલ ખાતે યોજાયેલ તાલીમ કાર્યક્રમ માં હોમગાર્ડના 350 જેટલા જવાનો એ ભાગ લીધો હતો.
આ તકે હોમગાર્ડના કમાંડિંગ ઓફિસર સુરેશ ભીંડી, ગિરીશ સરવૈયા, NDRF ના ઇન્સ્પેકટર રાજેશ, સબ ઇન્સ્પેકટર વૈદપ્રકાશ યાદવ, રાજદીપસિંહ વાળા, માનસી સિંગ સહિતના અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ તકે તકે કુદરતી અને માનવ સર્જિત આફત માં કઈ રીતે કામગીરી કરવી તેનું લાઇવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું