Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતનયારા એનર્જી ભારતીય રેસિંગ ફેસ્ટીવલ 2025માં ‘ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર’ તરીકે સામેલ

નયારા એનર્જી ભારતીય રેસિંગ ફેસ્ટીવલ 2025માં ‘ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર’ તરીકે સામેલ

ભારતીય મોટરસ્પોર્ટના સતત વધી રહેલા સ્ટેટસને દર્શાવતા ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ (આઈઆરએફ)એ ભારતની સૌથી મોટી એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપનીઓ પૈકી એક નયારા એનર્જી લિમિટેડ સાથે વર્ષ 2025 સિઝન માટે ‘સત્તાવાર ઈંધણ ભાગીદાર (ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર)’ તરીકે ભાગીદારી કરી છે.

- Advertisement -

આ શક્તિશાળી ભાગીદારી ઉચ્ચ-પર્ફોમન્સ ધરાવતી રેસિંગ અને ઉચ્ચ-કાર્યક્ષમ એનર્જીને એક સાથે લાવે છે, કારણ કે નયારા એનર્જીના સહયોગ આઈઆરએફ અંતર્ગત બે મુખ્ય ચેમ્પિયનફિસને ઊર્જાવાન બનાવશે. 4-વ્હીલ રેસિંગ માટે ભારતની એકમાત્ર શહેર-આધારિત ફ્રેન્ચાઈઝી લીગ અને વિશ્વની પ્રથમ જેન્ડર-ન્યુટ્રલ રેસિંગ સિરીઝ તરીકે આઈઆરએફ ઝડપભેર દેશમાં મોટરસ્પોર્ટને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની રહેલ છે.

આઈઆરએફની વર્ષ 2025ની આવૃત્તિ પાંચ કોમ્પિટીટીવ રેસ સપ્તાહના અંત ભાગ સુધી ચાલશે, જેની શરૂઆત ઓગસ્ટ મહિનામાં કોઈમ્બતૂરથી થશે અને આ વર્ષના અંત ભાગમાં એક એવા શહેરમાં પૂર્ણ થશે કે જેનું નામ હજુ સુધી જાહેરકર્યું નથી. દરેક રેસ સપ્તાહના અંતમાં ટીમ વ્યૂહાત્મક, એલિટ ડ્રાઈવર ટેલેન્ટ અને સટીક એન્જીનિયરિંગ સાથે સ્પર્ધા કરશે, જેથી હવે દરેક મોડ પર નાયરા એનર્જીની નિપૂર્ણતાનું સમર્થન હાંસલ થશે.

- Advertisement -

આઈઆરએફના પ્રમોટર રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (આરપીપીએલ)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અખિલેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, નયારાએનર્જી સાથે ભાગીદારી ભારતીય રેસિંગ ફેસ્ટિવલ, પ્રગતિ અને રાષ્ટ્રીય મહત્વકાંક્ષામાં સામૂહિક રીતે વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે.તેમણે કહ્યું કે, અમે ઈન્ડિયન મોટરસ્પોર્ટનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ અને આ માટે અમે એવા ભાગીદારોની જરૂર છે કે જે સ્પીડ, સ્કેલ, સ્ટ્રસ્ટ અને દુરોગામી દ્રષ્ટિકોણ અંગે યોગ્ય સમજણ ધરાવે છે.નયારા એનર્જીનું વ્યાપક ઈંધણ નેટવર્ક અને ગુણવત્તા તથા ઈનોવેશન પર તેમનો ભાર આપવામાં આવે છે, જેને અમારા મોટાભાગની ઈંધણ સહભાગીતાના સ્વરૂપમાં એકદમ ઉપયુક્ત બને છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે સાથે મળી ટિયર 1 શહેરોથી લઈ ઉભરી રહેલ મોટરસ્પોર્ટ ડેસ્ટીનેશન સુધી ભારતીય રેસિંગની એક નવી પેઢીને સશક્ત બનાવી રહ્યા છીએ.

આ ભાગીદારી અંગે નયારા એનર્જીના સીઈઓ સર્ગેઈ ડેનિસોવે કહ્યું કે,નયારા એનર્જી ભારતીય રેસિંગ ફેસ્ટિવલ સાથે ભાગીદારી કરતાં રોમાંચિત છે, જે હકીકતમાં એડ્યુરન્સ, સ્પીડ, અને સિદ્ધી હાંસલ કરવાની ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે.આ સહયોગ ઉત્કૃષ્ટતા અને ઈનોવેશનની અમારી ભાગીદારીની શોધને દર્શાવે છે, કારણ કે અમે ભારતીય રેસિંગના એક નવા યુગમાં પગ મુકી રહ્યા છીએ. ભારતના સૌથી ઝડપભેર વૃદ્ધિ પામી રહેલ રિટેલ ફ્યુઅલ નેટવર્કના સ્વરૂપમાં અમે અમારા ધરેલુ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઈંધણ ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ તથા દેશના ઊર્જાના પાયાગત માળખામાં મુખ્ય યોગદાતા હોવા અંગે ગર્વ અનુભવી છીએ.

- Advertisement -

ભારતીય રેસિંગ ફેસ્ટીવલના આ સેશનની સાથે જ આપણે ભારતીય મોટરસ્પોર્ટ્સના ડાયનામિક વર્લ્ડમાં પ્રવેશ કરવા, પ્રશંસકો એટલે કે ફેન્સ વચ્ચે પેશન એટલે કે જૂસ્સો જગાડવા અને પર્ફોમન્સ તથા રાષ્ટ્રીય ગૌરવ માટે એક નવા સીમાચીન્હો સ્થાપિત કરવા માટે તત્પર છીએ, કારણ કે અમે એક સાથે મળીને એક રોમાંચક ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

2025 ગ્રિડમાં ભારતીય ઉપખંડ તથા આંતરરાષ્ટ્રીય ડ્રાઈવર્સમાંથી ટોપ-ટીયર ટેલેન્ટ ભાગ લેશે અને તેમાં 14 શહેર-સ્થિત ટીમ સામેલ થશે, જેમાંથી આઠ ફોમ્ર્યુલા 4 અને છ ઈન્ડિયન રેસિંગ લીગ યોજશે. ફ્રેન્ચાઈઝીમાં દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લુરુ, કોલકાતા, ચેન્નઈ, ગોવા, કોચી અને અમદાવાદની ટીમનો સમાવેશ થાય છે. ભારતીય રેસિંગ ફેસ્ટીવલ તમામ સ્વરૂપમાં હાઈ-ઓક્ટેન કોમ્પિટેશનની ખાતરી આપે છે અને નયારા એનર્જી સાથે ભાગીદારી એન્જીનિયરિંગ, હાઈ પર્ફોમન્સથી લઈ ડ્રાઈવર-નેતૃત્વ હેઠળની વાતો કહેવાની દિશામાં અત્યંત મહત્વનું પગલું છે. આ ફેસ્ટીવલ એક એવું પ્લેટફોર્મના સ્વરૂપમાં વિકસિત થઈ રહેલ છે કે જ્યાં ખાસ મોટરસ્પોર્ટ ભારતીય ફેન્સના કલ્ચર સાથે ઉત્તમ રીતે મિલન થઈ રહેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular