Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસાંસદની ગરબા આરાધના...

સાંસદની ગરબા આરાધના…

પિંક ફાઉન્ડેશન દ્વારા વેલકમ નવરાત્રિ યોજાઇ

- Advertisement -

જામનગરમાં પીંક ફાઉન્ડેશન દ્વારા નવલા નોરતાને વધાવવા માટે આયોજિત વેલકમ નવરાત્રિ ‘શકિત મહોત્સવ’માં હાલારના સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ તકે તેઓ માતાજીના આરાધના કરતાં પોતાને રોકી શકયા ન હતા અને તેઓ પણ શકિતની આરાધના સમાન ગરબામાં જોડાઇ ગયા હતા. અને ગરબે રમવાનો લ્હાવો લીધો હતો. પીંક ફાઉન્ડેશનના પ્રણેતા શેતલબેન શેઠ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં વિજેતા પ્રતિયોગીઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા.

- Advertisement -

પિંક ફાઉન્ડેશન દ્વારા ગત તા.25 ના રોજ ભાનુ પાર્ટી પ્લોટ ખાતે એક દિવસીય નવરાત્રિ વેલકમ નવરાત્રિ શકિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 થી વધે ખેલૈયાઓ અને પિંક ફાઉન્ડેશનના સભ્યોએ લાભ લીધો હતો.

મેગા પ્રિંસેસને 11000 રોકડ અને દરેક પ્રતિયોગિતાના પ્રથમ ઇનામ 5000 અને બાળકોની પ્રતિયોગિતાના પ્રથમ ઇનામ 2000 થી લઇ 5 ડ્રેસિંગ ટેબલ, 4 બાળકો માટેના કબાટથી લઇ સેન્ડવિચ મેકર જેવા 200 થી વધારે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રિલાન્ય ઈન્ડસ્ટ્રીઝ, બાથાણી બિલ્ડર, અને નીલેશ્ર્વરી ડ્રાઈફ્રુટ તરફ થી યોગદાન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમના વિજેતાનાં ઇનામો સાઈનાથ ફર્નિચર, કેતન ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફિનિટી મોબાઈલ, સચિન ભાઈ લાખાણી તથા મુકેશભાઈ વૈદ તરફથી અપાયા હતા. રોકડ ઇનામો સંસ્થાના સંસ્થાપક શેતલબેન શેઠ તરફથી અપાયા હતા. આ કાર્યક્રમના મીડિયા પાર્ટનર તરીકે આજકાલ ડિજિટલ સાથે જોડાયું હતું. આ કાર્યક્રમના સવિશેષ આયોજનમાં ૐ ટ્રેનિંગ સેન્ટરના બાળકો માટે સ્પેશિયલ રાઉન્ડ અને દરેક બાળક માટે ઈનામ હતું. જામનગર એમ પી શાહ વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા માતાજીની આરતી કરાઈ હતી.

જામનગરના ભારતીબેન મેવાડા અને તેમની ટીમ દ્વારા પ્રગટાવેલા ગરબા સાથે ના રાસ થી મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ એ આપી હતી.
જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી ઇકબાલ ભાઈ ખફી (ભૂરા ભાઈ) , ભાજપ શહેર સંગઠન મંત્રી પરેશભાઈ દોમડિયા, ભાજપ પડધરીના પ્રભારી વિપુલભાઈ ચંદ્રેશભાઇ પટેલ, કોર્પોરેટર જ્યોતિબેન ભારવડિયા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, શિક્ષણ સમિતિ સભ્ય આનંદભાઈ ગોહિલ, સૂર્યવંશી એજયુ. ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી, કોળી મહિલા સમાજના પ્રમુખ શોભનાબેન ગુજરાતી, પૂર્વ વિરોધ પક્ષ જામનગર જિલ્લા પંચાયત નેતા કાસમભાઈ ખફી, ભાજપ શહેર સંગઠન મંત્રી ભાવિષાબેન ધોળકિયા, શિવસેના પ્રમુખ દિલીપભાઈ આહીર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠન મંત્રી તથા પ્રદેશના હોદ્દેદારો એ હાજરી આપી હતી.

- Advertisement -

મહાજન અગ્રણી તથા ઓસવાળ એજયુ. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી આર. કે. શાહ સાહેબ, કચ્છી ભાનુશાળી સમાજના પ્રમુખ લક્ષ્મીદાસભાઈ ભાનુશાળી તથા સર્વ ટ્રસ્ટી મંડળ, દરજી સમાજના પ્રમુખ મયુરભાઈ ટંકારિયા તથા ટ્રસ્ટી મંડળ, અગ્રણી વકીલ દિનેશભાઈ વિરાણી, જૈન અગ્રણી કિરીટભાઇ મ્હેતા, શરદભાઈ શેઠ, ભૂપેશભાઈ શાહ, બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ જસ્મીનભાઈ ધોળકિયા, આહીર અગ્રણી લાખાભાઈ પિંડરિયા, લાયન્સ કલબ ઓફ જામનગરના સર્વ કમિટી મેમ્બર, જામનગરની મહિલા સંસ્થાઓના પ્રમુખો તથા કમિટી મેમ્બર્સ એ હાજરી આપી શુભેછા આપી હતી.

મીડિયા મિત્રો દર્શનભાઈ ઠક્કર, જયેશભાઈ રૂપારેલિયા, દિવ્યેશભાઈ વાયડા, હિંમતભાઈ ગોરી, અર્જુનભાઈ પંડ્યા, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિજયભાઈ અગ્રાવત, મુસ્તાકભાઈ દલ, વિશાલભાઈ પોપટ, હાજીભાઈ દોદાણી, ઇનાયતખાન પઠાણ, જ્યોતિબેન ગોંડલિયા, પ્રજવલ ભાઈ, યોગેશભાઈ ઝાલા, કલ્પેશભાઈ સારડા, નરેન્દ્રભાઇ પીઠડીયા, તથા સર્વે મીડિયાનો આભાર વ્યકત કર્યો હતો તેમજ પિંક ફાઉન્ડેશનના સભ્યો અને તેના પરિવારજનો અને ખેલૈયાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ શેતલબેનએ આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે અંકિતા પરાગ વોરા, નીશી ગોસરાણી, ભાવિષા પુરોહિત અને કોસા ગાંધીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિમલ ઓઝા એ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular