જામનગર શહેરમાં નવરાત્રી પર્વની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રાચીન ગરબીની બાળાઓ દ્વારા અવનવા રાસની તૈયારી સાથે ગરબાની પ્રેકટીશ ચાલી રહી છે.
માઁ આઘ્યશકિતની આરાધનાનું પર્વ નવરાત્રી નજીક આવી રહી છે. જેને લઇ ખેલૈયાઓ નવરાત્રીની તૈયારીમાં લાગી ચૂકયા છે. છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં અનેક પ્રાચીન ગરબીઓ યોજાઇ છે. જામનગરની શેરી-ગલીઓ સહિત અનેક વિસ્તારોમાં અનેક પ્રાચીન ગરબીઓ પ્રખ્યાત છે. જેને નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ નવરાત્રીને લઇ બાળાઓ દિવસો પૂર્વેથી તૈયારીઓમાં લાગી ચૂકી હોય છે. જામનગર શહેરમાં રામેશ્વરનગરમાં યોજાતી નવદુર્ગા ગરબી મંડળ, ભોઇવાડામાં યોજાતી અંબીકા ગરબી મંડળ, પંચેશ્ર્વર ટાવર પાસે, મોમાઇ ગરબી મંડળ સહિતની ગરબીઓમાં બાળાઓ વિવિધ રાસ તૈયાર કરી રહી છે. અને નવરાત્રી પર્વને લઇ વિવિધ રાસ ગરબાઓની પ્રેકટીશમાં લાગી ચૂકી છે.
જામનગર શહેરમાં પ્રાચીન ગરબીના આયોજકો નવરાત્રીની તૈયારીમાં લાગી ગયા છે. બાળાઓ અને યુવકો દ્વારા નવરાત્રી પર્વની ઉજવણીને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળાઓ અને યુવકો દ્વારા વિવિધ રાસ ગરબાઓની પ્રેકટીશ કરાઇ રહી છે અને આ વર્ષે નવા ગરબા જામનગર જનતા સમક્ષ રજૂ કરવા માટે પણ તૈયારી કરાઇ રહી છે. જામનગર શહેરમાં દર વર્ષે સળગતી ઇંઢોળી, મસાલ રાસ સહિતના આકર્ષણો તો જોવા મળે છે. ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદુરની ઝલક પણ નવરાત્રીમાં જોવા મળી શકે છે. હાલ તો નવરાત્રીનું પર્વ નજીક આવી રહ્યું હોય પ્રાચીન ગરબીઓમાં નવરાત્રીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રાચીન ગરબીના આયોજકો દ્વારા બાળાઓ તથા ખૈલેયાઓને વિવિધ રાસ ગરબાની તૈયારી કરાવાઇ રહી છે.


