Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : નવરાત્રિની પૂર્વ તૈયારી : ખેલૈયાઓ દ્વારા જોરશોરથી પ્રેક્ટિસ ચાલુ

Video : નવરાત્રિની પૂર્વ તૈયારી : ખેલૈયાઓ દ્વારા જોરશોરથી પ્રેક્ટિસ ચાલુ

- Advertisement -

ગુજરાતીઓની ઓળખ એટલે ગરબા કે, જે પુરા વિશ્ર્વમાં પ્રખ્યાત છે. નવરાત્રિનો તહેવાર સૌથી મોટો અને ગુજરાતીઓ માટે સૌથી પ્રિય તહેવાર છે. જેમ-જેમ નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે. તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ વધી રહ્યો છે અને શહેરમાં નવરાત્રિની પૂર્વ તૈયારીના ભાગરુપે ગરબાની પ્રેક્ટિસ શરુ થઇ ગઇ છે.

- Advertisement -

માતાજીની આરાધના કરવાનો પર્વ નવરાત્રિમાં નાની બાળાઓ અને ખેલૈયાઓ દ્વારા ગરબાના તાલે ઘુમીને રમવામાં આવે છે. ત્યારે શહેરમાં થતી નવરાત્રિ મહોત્સવોમાં જોરશોરથી પ્રેક્ટિસ ચાલી રહી છે. હવે જ્યારે નવરાત્રિ શરુ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બાળાઓને સંગીતના તાલે પ્રેક્ટિસ ચાલી રહી છે. શહેરની જુદા જુદા વિસ્તારોમાં જુદા-જુદા ગરબી મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે દરેક મંડળનો કંઇક વિશેષતા જોવા મળે છે. જે આપણી સંસ્કૃત્તિને ઉજાગર કરે છે. જેમાં જામનગરની પટેલ કોલોની વિસ્તારની મોમાઇ ગરબી મંડળ દ્વારા અર્ચન નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છ.ે જેમાં નાની બાળાઓથી લઇને મોટી બાળાઓ માતાજીની આરાધના માટે પ્રેક્ટિસને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે શહેરની પ્રાચીન અને અર્વાચિન ગરબી મંડળો દ્વારા ખેલૈયાઓનો થનગનાટ દરેક શેરી-ગલીઓમાં સાંભળવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular