Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરની પ્રાચિન ગરબીઓમાં રાસની રમઝટ

Video : જામનગરની પ્રાચિન ગરબીઓમાં રાસની રમઝટ

- Advertisement -

જામનગરમાં નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ યુવાધન અર્વાચિન ગરબીમાં ઝુમી રહ્યું છે તો બીજી તરફ શેરી-ગલ્લીઓમાં દાયકાઓથી યોજાતી પ્રાચિન ગરબીમાં નાની નાની બાળાઓ તથા યુવકો દ્વારા માતાજીના ગરબા પર રાસની રમઝટ બોલાવાઇ રહી છે અને માતાજીની આરાધના થઈ રહી છે. દાયકાઓથી ચાલતી આ વિવિધ ગરબીઓમાં બાળાઓ દ્વારા ગરબાની પ્રેક્ટિસ કરી હાલમાં પ્રાચિન સંસ્કૃતિ અને પરંપરા જાળવવાની સાથે-સાથે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગર શહેરમાં નવરાત્રિ પર્વને લઇને ભક્તિનો માહોલ છવાયો છે. ઠેર ઠેર શેરી-ગલ્લીઓમાં પ્રાચિન ગરબીઓની રમઝટ જામી છે. જામનગર શહેરના દેવુભાનો ચોક વિસ્તારમાં છેલ્લાં 85 વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પારંપરિક ગરબીનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં આયોજિત ગરબીમાં અંદાજિત 36 જેટલા ખેલૈયાઓ દ્વારા રાસ-ગરબા રમવામાં આવે છે. પ્રાચિન-અર્વાચિન રાસ ગરબા માટે ખેલૈયાઓ દ્વારા છેલ્લાં એક-દોઢ માસથી પ્રેકટીસ કરવામાં આવે છે અહીં વિર વચ્છરાજ, મહારાણા પ્રતાપ તથા મેલડી માતાજીના ડાકલા સહિતના રાસ યોજાઈ છે તેમજ સામાજિક જાગૃત્તિના નાટક પણ રજૂ કરવામાં આવે છે. વિવિધ રાસની કોરિયોગ્રાફી પિયુષ ઝાલા દ્વારા કરવામાં આવે છે. વિવિધ રાસ ગરબા નિહાળવા આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટે છે.

- Advertisement -

જામનગર શહેરના ચૌહાણ ફળી વિસ્તારમાં આવેલ રાંદલ ગરબી મંડળમાં દાયકાઓથી નવરાત્રિ નિમિત્તે ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં સંગીતકારો દ્વારા સંગીત વગાડવામાં આવે છે અને બાળાઓ ગરબા દ્વારા ગરબા ગાવામાં આવે છે અને અન્ય બાળાઓ ગરબે રમે છે. આ વર્ષે રાંદલ ગરબી મંડળમાં 13 થી 14 જેટલી બાળાઓ દ્વારા ગરબે ઘૂમી માં આદ્યા શક્તિની આરાધના થઈ રહી છે.

આ ઉપરાંત ચૌહાણ ફળી વિસ્તારમાં હોળી ચોક ખાતે આદ્ય શક્તિ ગરબી મંડળનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નાની બાળાઓ દ્વારા ગરબા રમવામાં આવી રહ્યા છે. પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ અને તેમની ટીમ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 40 થી વધુ નાની બાળાઓ પોતાની રીતે ગરબે રમે છે અને નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -

આજ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ભવાની ગરબી મંડળ દ્વારા પણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. અહીં આ વર્ષે 13 જેટલી બાળાઓ દ્વારા વિવિધ રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. બાળાઓ દ્વારા એક થી બે માસથી પ્રેક્ટિસ બાદ નવરાત્રિ પર્વ દરમિયાન માઁ આદ્ય શક્તિની આરાધના થઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular