જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈલાલ અને માનદમંત્રી રમેશભાઈ દત્તાણીની સંયુક્ત યાદી જણાવે છે કે, જામનગરમાં લોહાણા મહાજનવાડીમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતી પ્રાચિન ગરબી દ્વારા નવરાત્રિ મહોત્સવ પૂરા ભાવ અને વિધિ વિધાનપૂર્વક યોજવામાં આવે છે. પરંતુ સાંપ્રત કોરોના મહામારીને લીધી આ વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન મુલત્વી રાખેલ છે. શાસ્ત્રોક રીતે પૂર્ણ વિધિ વિધાનથી માં જગતજનનીના ઘટનું સ્થાપન તા. 7 ઓકટોમ્બરના રોજ પ્રથમ નોરતે કરવામાં આવશે અને હવનનું પણ આયોજન 13 ઓકટોમ્બરના રોજ કરવામાં આવશે. માત્ર બાળાઓને ગરબા રમાડવાનું આયોજન આ વર્ષે મુલતવી રહેશે જેની લોહાણા સમાજનાં દરેક વાલીઓ એ નોંધ લેવા આ યાદી દ્વારા જણાવાયું છે.