જામનગરમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. શેરીઓમાં તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર શહેરમાં શાંતિ હાર્મોની ખાતે ફ્લેટના રહેવાસીઓને માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગઈકાલે રાત્રે શાંતિ હારમોની એસોસિયેશનના નેજા હેઠળ યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં ફ્લેટના રહેવાસીઓ દ્વારા ગરબે ઘૂમી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી