Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલત

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલત

- Advertisement -

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા તા.13 મે ના રોજ જામનગર, જિલ્લાની તમામ કોર્ટોમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ કલમ 138 મુજબના ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમ.અ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનનો કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ, અન્ય સિવિલ કેસ) (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઇ હુકમના દાવા, સ્પેસિફિક પરફોર્મન્સ)ના વિગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું તા.13-5-2023 ના રોજ નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરાયું છે. આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને જણાવવાનું કે, તેઓના ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વિગેરે વકીલ મારફતે જે-તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મૂકવા સંપર્ક કરવો. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઇપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સતા મંડળ જામનગરનો ફોન નંબર 2550106 ઉપર કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે-તે જિલ્લા / તાલુકા કોર્ટનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular