જામનગર મહાનગરપાલિકા દ્વારા 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નંદનવન પાર્ક ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
જામનગર મહાનગરપાલિકાના દ્વારા આજરોજ નંદનવન સોસાયટી લાલપુર રોડ ખાતે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ મેયર બીનાબેન કોઠારીએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જામનગરમાં ગત વર્ષમાં અંગદાન કરનાર પાંચ પરિવારોને મેયર, કમિશનર સહિતના રાજકીય આગેવાનોની ઉ5સ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં તેમજ જામનગર મહાનગરપાલિકામાં વિવિધ શાખામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા, કમિશનર વિજયકુમાર ખરાડી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન મનિષભાઈ કટારિયા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઇ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષભાઈ કનખરા, રમત ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન હર્ષાબા જાડેજા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, ગોપાલભાઈ સોરઠીયા, આશિષભાઈ જોશી, અરવિંદભાઈ સભાયા, પાર્થભાઈ જેઠવા, ભાજપા અગ્રણી નિશાબેન પરમાર ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ફાયરના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.