રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ, 2021 જે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી અને રાષ્ટ્રીય ડોપિંગ પરીક્ષણ પ્રયોગશાળાની કામગીરીને કાયદેસર બનાવશે, રાજ્યસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. બંને ગૃહો દ્વારા બિલ પાસ થયા બાદ હવે તેમાં ડોપિંગ વિરોધી વિષય પર સંયુક્ત રાષ્ટ્રની સંધિ પણ કામ કરશે. તમને જણાવી દઈએ કે આ બિલ લોકસભા દ્વારા ગયા બુધવારે જ પસાર કરવામાં આવ્યું હતું.
લોકસભામાં બિલ પરની ચર્ચાના જવાબમાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કેરાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ રમતને મદદ કરશે અને ખેલાડીઓનો આત્મ વિશ્ર્વાસ વધારશે. આ સાથે આત્મનિર્ભર ભારતને પણ તાકાત મળશે.
રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ, 2022 રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અનુરાગ ઠાકુરે રમતગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે રજૂ કરેલું પહેલું બિલ છે. ખરડા પરની ચર્ચાના જવાબમાં રમતગમત મંત્રીએ કહ્યું કે હાલમાં ભારત વર્ષમાં માત્ર 6,000 ટેસ્ટ જ કરી શકે છે અને પ્રસ્તાવિત કાયદો પરીક્ષણ ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારવામાં મદદ કરશે.