ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ ઉપર વેબસીરિઝ અને ફિલ્મોનાં નામે અશ્લિલતાનો અતિરેક ચાલતો હોવા સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ઉપર ફટકાર વરસાવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, સરકાર દ્વારા આવા વેબક્ધટેન્ટ માટે આપવામાં આવેલી માર્ગદર્શિકા દંતહિન છે. તેમાં ઉલ્લંઘન બદલ દંડ માટેની કોઈ જોગવાઈ નથી અને આનાં માટે હવે વિશેષ કાયદાની આવશ્યકતા છે.
અદાલતે કહ્યું હતું કે, નેટફ્લિક્સ અને એમેઝોન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી ગાઈડલાઈન અપર્યાપ્ત છે. તે સંપૂર્ણ બેઅસર છે. કારણ કે તેમાં દોષારોપણનો કોઈ વિકલ્પ જ નથી. તેથી આ દિશાનિર્દેશો નહોર અને દાંત વિનાનાં સાવજ જેવા છે. ઓનલાઈન સામગ્રીઓને નિયંત્રિત કરવાં માટે માર્ગદર્શિકાને બદલે કાયદો બનવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ સર્વોચ્ચ અદાલતે ઓટીટી ઉપર પ્રસારિત થતી અશ્લિલતા ઉપર નિગરાની રાખવા તંત્રની જરૂરિયાત દર્શાવી હતી. સર્વોચ્ચ અદાલત તાંડવ વેબસીરિઝનાં વિવાદની સુનાવણીમાં આ અનિવાર્યતા દેખાડતી ટિપ્પણીઓ કરી રહી છે.
વેબસિરીઝમાં બિભત્સતા: દંડાત્મક વ્યવસ્થા જરૂરી લેખાવતી સુપ્રિમ કોર્ટ
સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનને દાંત કે નખ નથી: અદાલત