જામનગરના નાઘેડી સ્મશાન અંગે હાલમાં રાત્રી દરમિયાન સ્મશાન બંધ રાખવામાં આવતું હોવાની અફવા ફેલાવવામાં આવી હોય, તેમાં ધ્યાન ન દેવા અને નાઘેડી સ્મશાન 24 કલાક ચાલુ રાખવામાં આવતું હોવાનું સત્ય કબિર સેવાધામ ફાઉન્ડેશન, જામનગરના ડાયરેકટર વસ્તાભાઇ કેશવાલાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
વસ્તાભાઇ કેશવાલાએ જણાવ્યું છે કે, કોરોનાના કપરાકાળ દરમિયાન સરકારી સૂચના મુજબ નાઘેડી ગામ ખાતે સત્યલોક પ્રસ્થાનધામ સ્મશાન ગૃહમાં અગ્નિદાહની કાર્યવાહી 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. પરંતુ અમુક વિઘ્નસંતોષી માણસો ખોટી અફવા ફેલાવે છે કે, આ સ્મશાન રાત્રે બંધ કરવામાં આવે છે. પરંતુ આવી અફવા ઉપર કોઇએ ધ્યાન દેવું નહીં. નાઘેડી સ્મશાનમાં લાકડા-પાણી, લાઇટ સહિતની સગવડતા 24 કલાક અગ્નિદાહ આપી શકાય તેમ કરવામાં આવે છે અને વિનામૂલ્યે કરવામાં આવે છે. આથી ગમે ત્યારે અગ્નિદાહ માટે આવી શકાશે અને ફોન ઉપર પણ વસ્તાભાઇનો મો. નં. 98242 27227 ઉપર સંપર્ક સાધી શકાશે. જેની નોંધ લેવા યાદી જણાવે છે.