જામનગર એરપોર્ટ ખાતે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તમામ એરપોર્ટ ઉપર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જામનગર એરપોર્ટ ખાતે સત્યસાંઈ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ મેનેજમેન્ટના સહયોગથી મ્યુઝિકલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ આઝાદીના ગીતો ગાઈ પેસેન્જરને રોમાંચિત કર્યા હતાં.