Sunday, March 16, 2025
Homeરાજ્યજામનગરહોળીની રાત્રિના નજીવી બાબતે રબારી યુવાનનું ઢીમ ઢાળી દીધું

હોળીની રાત્રિના નજીવી બાબતે રબારી યુવાનનું ઢીમ ઢાળી દીધું

વાળના પ્રસંગમાં જમવા ન જવાની બાબતનો ખાર : રબારી યુવાન સાથે ગાળાગાળી કરી ફડાકો ઝીંકયો : છ શખ્સોએ ઘરે જઈ યુવાન ઉપર હુમલો કરી હત્યા નિપજાવી: મૃતકને છોડાવવા વચ્ચે પડેલા બે ભાઈઓ ઉપર પણ હુમલો : છ શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ : સામાપક્ષે ત્રણ ભાઈઓએ માર માર્યાની ફરિયાદ

જામનગરના મોરકંડાધાર વિસ્તારમાં રહેતા વાળના પ્રસંગમાં ન જવાની બાબતે છ શખ્સોએ એકસંપ કરી પ્રાણઘાતક હથિયારો સાથે રબારી યુવાનના ઘરે જઈ યુવાન ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. તેમજ યુવાનને છોડાવવા પડેલા બે યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે હત્યાનું અને સામાપક્ષે હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, હોળીના દિવસે જામનગર તાલુકાના મોરકંડાધાર વિસ્તારમાં જુદા જુદા બે સ્થળોએ વાળનો પ્રસંગ અને જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજણભાઈ સુધાભાઈ હુણ તથા તેમના ભાઈ મનાભાઈ ઉર્ફે મુનાભાઈ સુધાભાઈ હુણ બંને ભાઈઓ મુકેશભાઈ હુણને ત્યાં વાળના પ્રસંગે જમવા ગયા ન હતાં તે બાબતનું મનદુ:ખ રાખીને મુકેશ ભુરા હુણ નામના શખ્સે રાત્રિના સમયે મના ઉર્ફે મુન્ના હુણ સાથે ગાળાગાળી અને બોલાચાલી કરી ફડાકો ઝીંકી દીધો હતો. ત્યારબાદ આ બાબતનું મનમાં રાખી રાત્રિના સમયે મુકેશ ભુરા હુણ, દેવા ભુરા હુણ, ભરત ભુરા હુણ, ભુરા લખમણ હુણ, વેજા કાના હુણ અને દેવરાજ નાથા હુણ નામના છ શખ્સોએ એકસંપ કરી મના ઉર્ફે મુનાના ઘરે જઇ પ્રાણઘાતક હથિયારો સાથે મના ઉર્ફે મુના ઉપર હુમલો કર્યો હતો અને લાકડાના કટકા વડે માથામાં જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચતા મના ઉર્ફે મુનો ત્યાં જ ઢળી પડયો હતો ત્યારબાદ છ શખસોએ ઘવાયેલા મના ઉર્ફે મુના ઉપર લાકડીઓના આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચી હતી.

મન્ના ઉર્ફે મુન્નાને છોડાવવા વચ્ચે પડેલા તેના ભાઈ અરજણ અને દેવરાજ ઉપર છ શખ્સોએ લાકડીઓ વડે આડેધડ હુમલો કરી દેવરાજને ગંભીર ઈજા પહોંચાડી હતી. છ શખ્સો દદ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં ઘવાયેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મના ઉર્ફે મુના સુધા હુણ નામના રબારી યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણના આધારે પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે મૃતકના ભાઈ અરજણના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરમિયાન સામાપક્ષે મુકેશ ભુરા હુણ નામના યુવાને વાળના પ્રસંગમાં મના ઉર્ફે મુન્નો તેની પત્ની કવિબેન સાથે ઘરે આવવા માટે બોલાવવા ગયો હતો ત્યારે કવિબેન સાથે ગાળાગાળી અને બોલાચાલી થતા મુકેશ વચ્ચે પડતા દેવા, અરજણ, મનાભાઈ ઉર્ફે મુન્નાભાઈ સુધાભાઈ હુણ નામના ત્રણ ભાઈઓએ એકસંપ કરી લાકડી વડે હુમલો કર્યો હતો અને મુકેશ તથા તેના ભાઈ ઉપર લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જેના આધારે પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular