રાજ્યમાં 74માં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં મહાનગરપાલિકાના કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનિકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના સહયોગથી યોજાયેલા આ વન મહોત્સવ શહેરના મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, નાયબ વન સરક્ષક ડી.કે. સાધુ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત આ કાર્યક્રમમાં નાયબ કમિશનર ભાવેશ જાની, યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ધીરૂભાઇ કારિયા તેમજ જામ્યુકો. શાસકપક્ષના નેતા કુસુમ પંડયા, કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાળકો દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. વન મહોત્સવ અંતર્ગત વિનામૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.