Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મહાનગરપાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- Advertisement -



ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રહેલ કલા વારસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ કલા પ્રકારોમાં મુખ્યત્વે ગરબા, રાસ, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ભવાઈ, કઠપૂતળી, શેરી નાટકો વગેરેને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તુરી, રાવણ હથ્થો, ગાગર પર સંગીત આપતા સંગીતકારો તથા તેના જેવી કલાકારોની કલા લુપ્ત થવાને આરે આવી છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -


વળી, આર્થિક કારણોસર તથા આયોજનની ઉણપના કારણે નાના કલાકારોને પોતાની કલા રજુ કરવાની તક પ્રાપ્ત થતી નથી ત્યારે નાના કલાકારોને પોતાની કલા રજુ કરવાની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી સાંસ્કૃતિક વારસાના જતન માટે જામનગર મહાનગરપાલિકા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગત તા.19ના એમ્યુઝમેન્ટપાર્ક, જામનગર ખાતે તેમજ તા.24ના લાખોટા તળાવના ઓપન થીયેટર, જામનગર ખાતે રાખવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગર શહેરના વિવિધ કલા સંસ્થાઓના કલાકારો દ્વારા ગરબા, રાસ, નૃત્યો, વાદન-ગાયન રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં 360 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.


આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, રોટરી કલબના પ્રમુખ લલીતભાઈ જોશી, જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી મહેશજી ઠાકોર, ભગીરથસિંહ જાડેજા, ભરતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular