ભાણવડ પંથકમાં મોટાભાગે ખેડુતો દ્વારા મુખ્યપાકમાં મગફળીનું વાવેતર કરેલ. જે મગફળીના પાકમાં ઘોડની મુળમાં રહી ‘મુંડા’ નામની જીવાતનો અતિશય ત્રાસ છે.
ઘણાં ખરા ગામડાઓમાં મુંડાના ત્રાસથી ખેડૂતોનો મગફળીનો પાક ઘણાં પ્રમાણમાં નાશ થતો જોવા મળે છે. જો મુંડા જીવાત તો આવો ત્રાસ રહેશે તો ખેડૂતોને ઉત્પાદનમાં માઠી અસર પડશે મુંડાના ત્રાસથી ખેડૂતોને મુકત કરવા કોઇ નકકર જંતુનાશક દવા કે અન્ય ઉપાયની જાણકારી ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા આપવામાં આવે અને ખેડૂતોને પુરતુ માર્ગદર્શન આપવામાં આવે તો શકય હોય તો ખેડૂતો તેનો ઉપાય કરી પાક બચાવવા કોશિશ કરે. હાલ તો પંથકમાં ખેડૂતોના મુખે એક જ વાત કે મુંડાનો ત્રાસ શું કરવું.