જામનગરના આંગણે મંત્રી પરિવારની કુલદીપિકા મુમુક્ષુરત્ના રિધ્ધી શૈલષભાઈ ભણસાલીના સંયમ મહોત્સવ યોજાયો હતો. તા.1-2-2025ના દીક્ષા આરાધનાધામમાં યોજાનાર હોય ત્યારે આજે પોષવદ અમાસના સવારે 9 કલાકે વરસીદાન યાત્રા શેઠજી જૈન દેરાસરથી પ્રસ્થાન કરાવાઇ હતી.
જ્યારે આવતીકાલે તા.30/1/2025ના સવારે 7 કલાકે હાલાર તીર્થ આરાધનાધામમાં મુમુક્ષુનું પરિવાર સહિત સુસ્વાગતમ સવારે 10 કલાકે સંયમી વેશને વૈરાગ્યના કેસરીયા, સાથીયા અને મંગલ છાંટણા સાથે કરાશે. જ્યારે બપોરે 2 કલાકે સંયમવેશના વધામણા, રાત્રે 8 કલાકે પ્રભુભક્તિ વિશિષ્ટ આરતી તા.31-1-2025ના સવારે 9 કલાકે વરસીદાનની શોભાયાત્રા, બપોરે 12:39 કલાકે શ્રી શક્રસ્તવ અભિષેક, રાત્રે 8 કલાકે સંયમપંથીને પ્રેમે વિદાય, તા.1-2-2025 ના નિર્મલ વસંત વિરતિ વાટિકામાં દેવ-ગુરૂના સંગે મુમુક્ષુનું આગમન ત્યારબાદ શુભમુહૂર્તે વિરતિધર્મ આરોપણ ક્રિયા આરંભ ઓઘો અર્પણ, કેશલોચન, સર્વસાવધ યોગ પચ્ચખાણ, નુતન નામકરણ કરવામાં આવશે. તેમ રત્નકુક્ષી પરિવાર ભણસાલી લલિતાબેન મનસુખલાલ છગનલાલ તથા ઇલાબેન શૈલેષભાઈ ભણસાલી, ધૈર્ય ભણસાલીની યાદીમાં જણાવાયું છે.