Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમુંબઈની મોડેલ ગુજરાતમાં સરપંચની ચૂંટણી લડશે

મુંબઈની મોડેલ ગુજરાતમાં સરપંચની ચૂંટણી લડશે

100થી પણ વધુ બ્રાન્ડને પ્રમોટ કરી ચુકી છે હવે ગામડામાં ડેવલોપમેન્ટ કરવું છે : અમિતાભ અને શાહરુખખાન સાથે પણ કામ કર્યું

- Advertisement -

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતનો આગામી 19 મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. અનેક ગામોમાં સામ-સામે સ્થાનિક આગેવાનો દ્વારા ચૂંટણી લડવા ફોર્મ ભરાઈ ગયા છે. તો છોટા ઉદેપુર જીલ્લામાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે. અહીં મુંબઈની મોડેલ પણ પોતાના વતનમાં પહેલી વખત સરપંચ માટેની ચૂંટણી લડવાની છે.

- Advertisement -

મૂળ છોટાઉદેપુરની અને હાલ મુંબઈમાં મોડેલીંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં સામાન્ય મહિલાની બેઠકમાં સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે. તેણીએ અત્યાર સુધી  100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ઉપરાંત શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે. આ ઉપરાંત ફેમિના મિસઇન્ડિયા 2010માં પણ ભાગ લઇ ચુકી છે. અને ફોર્ડ સુપરમોડેલ 2009માં એશ્રા રનરઅપ પણ રહી ચુકી છે.

- Advertisement -

એશ્રાએ સરપંચની ચૂંટણી લડવાનું શા માટે નક્કી કર્યું તેના જવાબમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. તો મારા ગામમાં કેમ નહી. એશ્વા છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં સામાન્ય મહિલાની બેઠકમાં સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે. એશ્રા સાથે અબ્ય ત્રણ મહિલાઓએ પણ ઉમેદવારી નોંધાવી છે. એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. તેમનાં માતા મીનાક્ષીબેન એક ગૃહિણી છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular