Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇ બોગસ બીલીંગ કૌંભાંડનું કનેકશન જામનગર સુધી

મુંબઇ બોગસ બીલીંગ કૌંભાંડનું કનેકશન જામનગર સુધી

સેન્ટ્રલ જીએસટી રાજકોટની ટીમ દ્વારા જામનગર એક જ ગ્રુપના બે એકમોમાં તપાસ : લાખોની કરચોરી બહાર આવવાની સંભાવના

- Advertisement -



મુંબઇમાં બોગસ બીલીંગ કૌંભાડમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં જામનગરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા બ્રાસના એક જ ગ્રુપના બે એકમોનું કનેકશન ખુલતાં રાજકોટથી સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા મોડી રાત સુધી તપાસ દરમ્યાન હિસાબી સાહિત્ય ચેક કરવામાં આવ્યા હતાં.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ, જામનગરમાં સાંજે બ્રાસ પાર્ટસના બે એકમો પર સેન્ટ્રલ જીએસટીની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી છે. મુંબઇનાં બોગસ બીલીંગ કૌંભાડમાં કનેકશન ખુલતા જામનગરનાં એક જ ગ્રુપના બે એકમો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સેન્ટ્રલ જીએસટી રાજકોટથી બે ટીમોએ જામનગરમાં મોડી રાત સુધી બ્રાસ એકમો પર તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. આ તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય ચેક કરાયું હતું. લાખોની કરચોરી બહાર આવે તેવી સંભાવના છે. જામનગરનાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલા બ્રાસ પાર્ટસનાં એકમો પર જીએસટીની ટીમોના દરોડાથી સ્થાનિક ઉદ્યોગકારોમાં પણ ફફડાટ ઉભો થયો છે. દિવાળીનાં તહેવારો બાદ જીએસટીની ટીમો સક્રિય બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular