Tuesday, June 18, 2024
Homeરાષ્ટ્રીયઆપણું કૃષિ ઉત્પાદન ક્ષમતાથી ઘણું ઓછું : પ્રધાનમંત્રી મોદી

આપણું કૃષિ ઉત્પાદન ક્ષમતાથી ઘણું ઓછું : પ્રધાનમંત્રી મોદી

- Advertisement -

વડાપ્રધાને કહ્યું કે, કૃષિમાં અપાર ક્ષમતાઓ છે, પણ હાલ ઘણા પડકાર છે. જેના માટે ઘણા સુધારા કરવાના રહેશે. ખેડૂત નવા કૃષિ ઉત્પાદન માત્ર દેશ જ નહી, દુનિયા માટે પણ પેદા કરી શકે છે. કોરોનાના સમયમાં પ્રોડક્શનમાં વધારો થયો છે. પણ આપણી ક્ષમતા ઘણી વધારે છે. અર્થાત હાલનું ઉત્પાદન ક્ષમતાથી ઘણું ઓછું છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી મીટિંગને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી હતી. જેમાં રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર અને લેફ્ટિનેન્ટ ગવર્નર સામેલ થયા. મોદીએ કહ્યું કે, દેશની પ્રગતિનો આધાર છે કે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કાર્ય કરે અને નિશ્વિત દિશામાં આગળ વધે. કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને વધુ સાર્થક બનાવવું અને આટલું જ નહીં આપણે પ્રયત્નપૂર્વક કોમ્પીટિટીવ, કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને માત્ર રાજ્યો વચ્ચે જ નહીં પણ જિલ્લાઓ સુધી પણ લઈ જવાનું છે.

મોદીએ કહ્યું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, તેમ છતા આજે લગભગ 65-70 હજાર કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ આપણે બહારથી લાવીએ છીએ. આ આપણે બંધ કરી શકીએ છીએ. આપણા ખેડૂતોના ખાતામાં પૈસા જઈ શકે છે. આ પૈસાના હકદાર આપણો ખેડૂત છે, જેના માટે આપણી યોજનાઓ એ પ્રકારે બનાવવાની રહેશે. બેઠકના એજન્ડમાં કૃષિ, બુનિયાદી ઢાંચો, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, જમીન સ્તર પર સેવા વિતરણ અને સ્વાસ્થ્ય અને પોષણ અંગે વિચાર વિમર્શ સામેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular