Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઇન્ટર પાર્લીયામેન્ટરી યુનિયનની કોન્ફરન્સમાં પેનલ ચર્ચામાં ભાગ લેતાં સાંસદ પુનમબેન માડમ

ઇન્ટર પાર્લીયામેન્ટરી યુનિયનની કોન્ફરન્સમાં પેનલ ચર્ચામાં ભાગ લેતાં સાંસદ પુનમબેન માડમ

હાલારના સાંસદ પુનમબેન માડમ ઇન્ડોનેશિયાના બાલી ખાતે આયોજીત ઇન્ટર પાર્લીયામેન્ટરી યુનિયન(આઇપીયુ)ની 144મી કોન્ફરન્સમાં ભારતના પાર્લીયામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સ દરમ્યાન સાંસદ પુનમબેન માડમે ભષ્ટ્રાચાર સામે કાર્યવાહી માટે આંતરરાષ્ટ્રીય સહકાર આપવા અને ચોરાયેલી સંપતીઓ પુન: પ્રાપ્ત કરવાના વિષય ઉપર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં પ્રમાણિકતા સાથે પારદર્શક શાસન માટે હાથ ધરવામાં આવેલાં પગલાંઓની રજુઆત કરી હતી. તા.20થી શરૂ થયેલી આ કોન્ફરન્સ તા.24 સુધી યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના દેશોના પાર્લામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન ઇન્ટર પાર્લીયામેન્ટરી યુનિયનની સ્થાપના 132 વર્ષ પહેલાં વર્ષ 1889માં થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular